બ્રિટિશરો ‘આઇ લવ યુ’ કહેવામાં પાંચ મહિના કાઢી નાખે છે

બ્રિટિશરો ‘આઇ લવ યુ’ કહેવામાં...
wedding-couple-with-love-signs

લંડનઃ સામાન્ય રીતે લોકો પહેલી નજરને પ્રેમને સ્વીકારી લેવામાં જરા પણ સમય વેડફતા નથી. જોકે, બ્રિટિશરો પ્રેમના સ્વીકારના મામલે જરા અલગ પસંદગી ધરાવે છે. આમ પણ અંગ્રેજો અતડાં ગણાતા હોય છે તેથી દિલની વાત બહાર લાવવામાં અચકાય છે. બ્રિટિશરો પ્રેમનો સ્વીકાર કરવામાં સરેરાશ પાંચ મહિના પસાર કરી દેતા હોય છે.

એક ડેટિંગ સાઈટ દ્વારા અભ્યાસમાં જણાયું હતું કે, બ્રિટનના લોકો મોટાભાગે વિજાતીય પાત્ર પસંદ આવતા જ તેને ચુંબન કરવાને પ્રાધાન્ય આપે છે. આ સંબંધો આગળ ચાલે તો બે સપ્તાહના સમયગાળામાં તો સહશયન સુધી પહોંચી જાય છે. આમ છતાં, આ પાત્રો વચ્ચે પ્રેમનો સ્વીકાર થતો નથી. તેઓ સરેરાશ પાંચ મહિના સુધી ડેટિંગ કર્યા બાદ એકબીજા પ્રત્યે પ્રેમનો સ્વીકાર કરે છે.

ડેટિંગ સાઈટે ૨,૦૦૦ સ્ત્રી અને પુરુષો પર અભ્યાસ હાથ ધર્યો હતો. તેના તારણો એ હતા કે, મોટાભાગના લોકો વિજાતીય પાત્ર સાથે પ્રેમનો સ્વીકાર કરવામાં ઉતાવળ કરવા માગતા નથી. ૩૧ ટકાએ સ્વીકાર્યું હતું કે, તેઓ પહેલાં ચુંબન કરી લે છે પણ એકબીજાનો હાથ પકડીને ફરવામાં માનતા નથી. બીજી તરફ, ૩૪ ટકાએ એવું કહ્યું કે, તેઓ એકબીજાનો હાથ પકડીને ફરવા માટે બે સપ્તાહ જેટલો સમય પસાર કરે છે. ૨૭ ટકા લોકો સહવાસ માણતા પહેલાં એકબીજા સાથે એક કે બે સપ્તાહ પસાર કરે છે, જ્યારે ૨૩ ટકા લોકો આ માટે એક મહિના જેટલો સમય આપે છે.

બ્રિટિશરો ‘આઇ લવ યુ’ કહેવામાં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.