બાળકની હત્યા બદલ પિતાને જેલ

બાળકની હત્યા

લંડનઃ નવ મહિનાના પુત્ર જોર્ડનને પકડીને જોરજોરથી હલાવીને તેનું મોત નીપજાવવા બદલ ૨૪ વર્ષીય પિતા સ્ટીફન વોર્ડને બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટના જસ્ટિસ પોપલવેલે આઠ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

લંડનઃ નવ મહિનાના પુત્ર જોર્ડનને પકડીને જોરજોરથી હલાવીને તેનું મોત નીપજાવવા બદલ ૨૪ વર્ષીય પિતા સ્ટીફન વોર્ડને બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટના જસ્ટિસ પોપલવેલે આઠ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

જોર્ડન, સ્ટીફન અને તેની પૂર્વ પત્ની પૌલા વોટ્સનું સંતાન હતું. જોર્ડન જ્યારે પણ રોતો ત્યારે સ્ટીફનને તેના પર ખૂબ ગુસ્સો આવતો હતો. ૨૦૧૪માં એક વખત રોષે ભરાયેલા સ્ટીફને જોર્ડનને પકડીને ખૂબ જોરથી હચમચાવ્યો હતો. જેનાથી તેના મગજને ગંભીર ઈજા પહોંચી હતી. સ્ટીફને દાવો કર્યો હતો કે જોર્ડનના ગળામાં ખોરાક ભરાઈ ગયો હતો અને ૯૯૯ ડાયલ કરતા પહેલા તેને બચાવવા માટે જોર્ડનને પકડીને જોરથી હલાવ્યો હતો. જોર્ડનને હોસ્પિટલે લઈ જવાયો હતો. પરંતુ, બે દિવસ કોમામાં રહ્યા બાદ તેનું મોત થયું હતું.  

બાળકની હત્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.