મુંબઇ ઇંડિયન્સે કોલકતાને પછાડ્યુંઃ પોલાર્ડની આક્રમક રમત

મુંબઇ ઇંડિયન્સે કોલકતાને પછા

કેપ્ટન રોહિત શર્માના અણનમ ૬૮ તથા કિરોન પોલાર્ડના ૧૭ બોલમાં અણનમ ૫૧ રનની સહાયથી મુંબઇ ઇન્ડિયન્સે હોમ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સને આસાનીથી હરાવ્યું હતું. ૨૮ એપ્રિલે રમાયેલી મેચમાં કોલકતાએ પાંચ વિકેટે ૧૭૪ રન કર્યા હતા, જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઇએ ૧૮ ઓવરમાં ચાર વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

મુંબઇઃ કેપ્ટન રોહિત શર્માના અણનમ ૬૮ તથા કિરોન પોલાર્ડના ૧૭ બોલમાં અણનમ ૫૧ રનની સહાયથી મુંબઇ ઇન્ડિયન્સે હોમ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સને આસાનીથી હરાવ્યું હતું. ૨૮ એપ્રિલે રમાયેલી મેચમાં કોલકતાએ પાંચ વિકેટે ૧૭૪ રન કર્યા હતા, જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઇએ ૧૮ ઓવરમાં ચાર વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
રોહિતે ૪૯ બોલમાં આઠ બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારી હતી. પોલાર્ડે ૧૭ બોલમાં સિક્સર તથા બે બાઉન્ડ્રી ફટકારીને કોલકતાના બોલર્સની ધોલાઇ કરી હતી. અગાઉ કોલકતાની શરૂઆત સારી રહી હતી અને ઓપનર ગંભીર તથા ઉથપ્પાએ ઝડપી શરૂઆત કરી હતી. પાવર પ્લેની છ ઓવર દરમિયાન કોલકતાએ વિના વિકેટે ૫૯ રન ખડકી દીધા હતા.
કોલકાતાએ ૬૯ રનના કુલ સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ગંભીર તથા સૂર્યકુમાર યાદવે કોલકતાની બાજી સંભાળી હતી. તે દરમિયાન કેપ્ટન ગંભીરે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ૫૯ રન કર્યા હતા. રસેલ તથા યુસુફ પઠાણે અનુક્રમે ૨૨ રન તથા ૧૯ રન કરીને ટીમના સ્કોરને ૧૭૪ રન સુધી પહોંચાડ્યો હતો.

મુંબઇ ઇંડિયન્સે કોલકતાને પછા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.