પીચીસ ગોલ્ડિંગ પ્રથમ અશ્વેત મહિલા લોર્ડ લેફ્ટનન્ટ બન્યાં

અમેરિકામાં જન્મેલા પીચીસ ગોલ્ડિંગ OBE બ્રિટનમાં લોર્ડ લેફ્ટનન્ટ બનનારા પ્રથમ અશ્વેત મહિલા બન્યાં છે. બિઝનેસવુમન ગોલ્ડિંગ હવે બ્રિસ્ટોલમાં ક્વીનના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે.

લંડનઃ અમેરિકામાં જન્મેલા પીચીસ ગોલ્ડિંગ OBE બ્રિટનમાં લોર્ડ લેફ્ટનન્ટ બનનારા પ્રથમ અશ્વેત મહિલા બન્યાં છે. બિઝનેસવુમન ગોલ્ડિંગ હવે બ્રિસ્ટોલમાં ક્વીનના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે.

ગોલ્ડિંગનો જન્મ નોર્થ કેરોલિનામાં થયો હતો અને ડો. ચાર્લ્સ બ્રેડી હાઉસરના પુત્રી તેમજ અમેરિકન માનવ અધિકારના કેમ્પેઈનર છે. ૧૯૪૭માં ડો. હાઉસરને છેલ્લી સીટ પર બેસવા માટે ફરજ પડાતા પાછળથી તેમણે આ બસ કંપની જ ખરીદી લીધી હતી. ગોલ્ડિંગ છેલ્લાં ૩૫ વર્ષથી બ્રિસ્ટોલમાં જીવ્યાં છે અને ત્યાં જ કાર્યરત રહ્યાં છે. વંશીય લઘુમતીઓના કલ્યાણ માટે તેમણે કરેલી સેવા બદલ તેમને OBEથી સન્માનિત કરાયાં હતાં.

ગોલ્ડિંગે જણાવ્યું હતું, ‘આ ઐતિહાસિક ભૂમિકા માટેનું મારું સ્વપ્ન સાકાર થયું છે. હું ખૂબ જ રોમાંચિત અને ગૌરવાન્વિત છું.

પીચીસ ગોલ્ડિંગ પ્રથમ અશ્વેત મ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.