ગાંધીનગરમાં રેલવે ટ્રેક ઉપર દેશની સૌથી પ્રથમ હોટેલ
પાટનગર ગાંધીનગરમાં વિશ્વસ્તરનું રેલવે સ્ટેશન બનાવવા ગુજરાત સરકાર અને ભારતીય રેલવે મંત્રાલય એક થયું છે. 'ગરૂડ' નામની સંસ્થા દ્વારા ગાંધીનગરના રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. એટલું જ નહીં રેલવે ટ્રેક ઉપર ૧૦૫ મીટર પહોળું ફ્રેમ સ્ટ્રકચર બનાવીને તેના ઉપર સ્વિમિંગપુલ અને ૩૦૦ રૂમની ફાઇવસ્ટાર હોટલ પણ બનાવવામાં આવશે.
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિશ્વસ્તરનું રેલવે સ્ટેશન બનાવવા ગુજરાત સરકાર અને ભારતીય રેલવે મંત્રાલય એક થયું છે. 'ગરૂડ' નામની સંસ્થા દ્વારા ગાંધીનગરના રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. એટલું જ નહીં રેલવે ટ્રેક ઉપર ૧૦૫ મીટર પહોળું ફ્રેમ સ્ટ્રકચર બનાવીને તેના ઉપર સ્વિમિંગપુલ અને ૩૦૦ રૂમની ફાઇવસ્ટાર હોટલ પણ બનાવવામાં આવશે. રૂ. રપ૦ કરોડના આ પ્રોજેક્ટનું ૯મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સ્ટેશન અને હોટલ મહાત્મા મંદિર, દાંડી કુટિર તથા વિધાનસભાની ઇમારતની સમાંતર જ રહેશે.
