મીરાબેન વ્યાસને MBE એનાયત

મીરાબેન વ્યાસને MBE એનાયત...
Meera Vyas- New Year Honours copy

ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શનમાં લાગલગાટ ૩૩ વર્ષ સુધી સેવાઓ આપનાર મૂળ ગુજરાતના અમદાવાદના વતની અને મ્વાંજા - ટાન્ઝાનીયામાં જન્મેલાં મીરાબેન વ્યાસને તેમની સમાજોપયોગી સેવાઓ બદલ MBE એનાયત કરાયું હતું. બાર્નેટ, હેરીંગે અને એન્ફીલ્ડ વિસ્તારમાં વસતા સ્થાનિક નાગરિકોના બાળકો માટે આફ્ટર સ્કૂલ ક્લબ અને બ્રેક્ફાસ્ટ ક્લબની સ્થાપનામાં મીરાબેનનો ફાળો મહત્વનો હતો.

લંડનઃ ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શનમાં લાગલગાટ ૩૩ વર્ષ સુધી સેવાઓ આપનાર મૂળ ગુજરાતના અમદાવાદના વતની અને મ્વાંજા - ટાન્ઝાનીયામાં જન્મેલાં મીરાબેન વ્યાસને તેમની સમાજોપયોગી સેવાઓ બદલ MBE એનાયત કરાયું હતું. બાર્નેટ, હેરીંગે અને એન્ફીલ્ડ વિસ્તારમાં વસતા સ્થાનિક નાગરિકોના બાળકો માટે આફ્ટર સ્કૂલ ક્લબ અને બ્રેક્ફાસ્ટ ક્લબની સ્થાપનામાં મીરાબેનનો ફાળો મહત્વનો હતો.

હાલ નાદુરસ્ત તબિયત ધરાવતાં મીરાબેનને તેમના સન્માન બદલ પત્ર મળતા તેઓ આનંદિત થઇ ગયાં હતાં અને પોતાના કાર્યકાળ દરમિયાન મદદરૂપ થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સારી સેવાઓ બદલ DWPના ૧૧ સદસ્યોને આ વર્ષે મહારાણી તરફથી ન્યુ યર્સ ઓનર્સ અપાયા હતા.

હાલ બ્રેન્ટમાં વસતા મીરાબેન ૧૯૭૬માં યુકે આવ્યા હતા.

મીરાબેન વ્યાસને MBE એનાયત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.