ક્રૂઝ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ

ભારતે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું ૧૧ માર્ચે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ઓડિશાના કિનારે આવેલા ટેસ્ટ રેન્જ પરથી આ પરીક્ષણ થયું હતું. આ મિસાઇલ ૩૦૦ કિલોનો અણુબોમ્બ ઝીંકવાની ક્ષમતા ધરાવે છે.
બાલાસોરઃ ભારતે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું ૧૧ માર્ચે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ઓડિશાના કિનારે આવેલા ટેસ્ટ રેન્જ પરથી આ પરીક્ષણ થયું હતું. આ મિસાઇલ ૩૦૦ કિલોનો અણુબોમ્બ ઝીંકવાની ક્ષમતા ધરાવે છે. ચાંદીપુરના ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી મોબાઇલ લોન્ચર દ્વારા આ ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ થયું હતું. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ડીઆરડીઓના વરિષ્ઠ વિજ્ઞાનીએ આ પરીક્ષણને શ્રેષ્ઠ અને સફળ ગણાવ્યું હતું. આ મિસાઇલ ૩૦૦ કિલોગ્રામનો અણુબોમ્બ લક્ષ્ય ઉપર ફેંકી શકે છે. બે સ્ટેજના આ મિસાઇલનો એક સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ ઉપયોગમાં લે છે, જ્યારે બીજું સ્ટેજ રેમજેટ લિક્વિડ પ્રોપેલ્ટનો ઉપયોગ કરે છે.
