કોર્ન રાઈસ કટલેટ

કોર્ન રાઈસ કટલેટ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ડુંગળી - ૨ નંગ • મકાઇના દાણા - દોઢ કપ • તેલ- ૨ ચમચા • રાંધેલો ભાત - દોઢ કપ • બાફેલા બટાકા - ૨ નંગ • ફુદીનાના ૧૪થી ૧૫ પાન • કોથમીર - જરૂર મુજબ • મીઠું - સ્વાદ મુજબ • લીલાં મરચાંના ૨થી ૩ નંગ • મરચું - અડધી ચમચી • બ્રેડ ક્ર્મ્બસ - ૧ કપ

રીત: નોનસ્ટિક પેનમાં ૨ ચમચા તેલ ગરમ કરો. ડુંગળીને બારીક સમારી લઇ તેને તેલમાં સાંતળો. તે પછી મકાઇના દાણા ભેળવો. બે મિનિટ પછી આંચ પરથી ઉતારી લો. હવે તેમાં દોઢ કપ ભાત, બાફેલા બટાકાનો છુંદો, સમારેલો ફુદીનો, સમારેલી કોથમીર, મીઠું, સમારેલાં લીલાં મરચાં, અડધી ચમચી મરચું અને બ્રેડ ક્ર્મ્બ્સ મિક્સ કરો. મિશ્રણને પંદર મિનિટ રહેવા દો પછી તેમાંથી નાની નાની કટલેટ્સ બનાવો. હવે નોનસ્ટિક પેનમાં બે ચમચા તેલ ગરમ કરી તેમાં કટલેટ્સને સાંતળો.

કોર્ન રાઈસ કટલેટ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.