• બ્રિટન બ્રેક્ઝિટ પછી નાટોનું નેતૃત્વ ગુમાવી શકે
નાટો એલાયન્સમાં બ્રિટિશ ઓફિસર દ્વિતીય ક્રમની મિલિટરી પોસ્ટ ધરાવે છે, જેના પર યુરોપીય દેશોની નજર છે. બ્રેક્ઝિટ પછી યુરોપીય દેશો અને નાટોના સભ્ય દેશો આ પદ પરથી યુકેને હટાવવા વિચાર કરી રહ્યા છે. આ સંજોગોમાં ફ્રાન્સ નાટો લીડરશિપની ભૂમિકા હસ્તગત કરવા આગળ આવી શકે છે. પેરિસે આ મુદ્દે લોબીઈંગ કરવા તેનું બિનસત્તાવાર પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન મોકલ્યું હતું. બ્રેક્જિટ પછી યુરોપમાં નાટો અને અમેરિકાનું મુખ્ય સાથી બનવાની લાયકાત ફ્રાન્સમાં જ હોવાની રજૂઆત કરાઈ હતી.

• સસ્તા ખોરાક અને ફ્યુલનો યુગ આથમી રહ્યો છે
બ્રિટનમાં સસ્તા ખોરાક અને ફ્યુલનો લાંબા સમયનો યુગ આથમી રહ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર બે વર્ષ કરતા વધુ સમયમાં ફૂગાવો તેના સર્વોચ્ચ સ્તરે રહ્યો છે ત્યારે અતિ ઠંડા હવામાનથી એનર્જીની કોસ્ટમાં ઉછાળો આવવાનું જોખમ છે. ૨૦૧૪ પછી સૌપ્રથમ વખત ગ્રોસરીની કિંમતો પણ ઉછળી છે. આના કારણે સંખ્યાબંધ પરિવારોના બજેટ પર દબાણ આવશે.
• છેતરપિંડી બદલ કંપનીના ડિરેક્ટર પર પ્રતિબંધ
માન્ચેસ્ટરમાં કિંગ્સ ચેમ્બર્સ ખાતે કામ કરતી ૩૧ વર્ષીય લીગલ આસિસ્ટન્ટ પ્રાયા બુઢુએ ગ્રીનટ્રેડ પાર્ટનર્સ નામની કંપની શરૂ કરીને ૧૪૭ લોકોને વિશ્વાસમાં લઈને તેમને £૨ મિલિયનથી વધુ કિંમતના નકલી કાર્બન ક્રેડિટ શેર્સ વેચીને ઠગાઈ કરી હતી. તેને કંપનીના ડિરેક્ટર તરીકે ફરજ બજાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. જોકે, તેના પર ફોજદારી આરોપો મૂકાયા નથી. આ મહિલાએ વૈભવી જીવન પાછળ નાણાં ખર્ચ્યા હોવાની શંકા છે.
• ૭૫ ટકા GP સર્જરી બપોરે બંધ રહેતા દર્દીઓને મુશ્કેલી
સપ્તાહના ચાલુ દિવસો દરમિયાન પણ કેટલાંક વિસ્તારોમાં લગભગ ૭૫ ટકા જેટલી GPસર્જરી બપોરના સમયે દર્દીઓ માટે બંધ રહેતી હોવાનું ડોક્ટરની એપોઈન્ટમેન્ટ મેળવવામાં દર્દીઓને વધતી જતી મુશ્કેલી અંગે આંકડામાં જણાયું છે. કેટલીક સર્જરી દર્દીઓને દિવસમાં માત્ર ત્રણ કલાકની જ એપોઈન્ટમેન્ટ ફાળવે છે જેનાથી દર્દીઓ માટે ડોક્ટરને બતાવવાનું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. સ્થાનિક સર્જરી મર્યાદિત સમય માટે જ ખુલ્લી રહેતી હોવાથી A&E યુનિટ્સ પર ભારણ વધી જાય છે. ઈન્સ્પેક્ટરોએ આવી સર્જરી સામે શિસ્તના પગલાં લેવાની ચેતવણી ઉચ્ચારી છે. નેશનલ ઓડિટ ઓફિસે જણાવ્યા મુજબ એક સપ્તાહમાં સર્જરી ૪૫ કલાક ઓછો સમય માટે ખુલ્લી રહે તો દર્દીઓ A&E યુનિટ્સ પર જવાની શક્યતા ૮ ટકા વધી જાય છે