સોનાનો મોહ છોડો, ગન રાખતાં અને લાઠી ફેરવતાં શીખોઃ હાર્દિક

સોનાનો મોહ છોડો, ગન રાખતાં અને

પાટીદાર અનામત આંદોલનના પ્રથમ તબક્કામાં પાટણ શહેરના મહત્ત્વની ભૂમિકા ભજવનારા અંબાજી નેળીયા વિસ્તારમાં પાસના હાર્દિક પટેલે ૨૮મીએ રાત્રે આક્રમક શૈલીમાં પાટીદારોની મેદનીને સંબોધતાં ઘરમાં સોનું નહીં પણ ગન રાખતાં અને લાકડી ફેરવતાં શીખી જવા હાકલ કરી હતી અને કહયું હતું કે, આંદોલનની શરૂઆત પાટણથી થઇ ચૂકી છે તેવી આશા તમારી પાસે રાખું છું. 

પાટણઃ પાટીદાર અનામત આંદોલનના પ્રથમ તબક્કામાં પાટણ શહેરના મહત્ત્વની ભૂમિકા ભજવનારા અંબાજી નેળીયા વિસ્તારમાં પાસના હાર્દિક પટેલે ૨૮મીએ રાત્રે આક્રમક શૈલીમાં પાટીદારોની મેદનીને સંબોધતાં ઘરમાં સોનું નહીં પણ ગન રાખતાં અને લાકડી ફેરવતાં શીખી જવા હાકલ કરી હતી અને કહયું હતું કે, આંદોલનની શરૂઆત પાટણથી થઇ ચૂકી છે તેવી આશા તમારી પાસે રાખું છું.
શૈલજા સોસાયટી પાસેના ખુલ્લા મેદાનમાં ભરચક મેદનીને સંબોધતા તેણે જણાવ્યું કે અનામત માટે અમિત શાહ અને વિજય રૂપાણીને પ્રુફ આપ્યા છે. છતાં અનામત મળી નથી. મારા પર દેશદ્રોહના હજી પણ બે કેસ ચાલી રહ્યા છે. આવા કેસ હજુ લાગતા હોય તો પણ મારી પર લગાડો, પણ મારે જીવવું છે તો સન્માનથી. મને કોઇનો ડર લાગતો બિલકુલ નથી. સરપંચથી પાર્લામેન્ટ સુધીની સીટો ખાલી કરવાની અમારામાં તાકાત રહેલી જ છે અને વખત આવે એ તાકાત પણ બતાવીને રહીશું. તેણે કહયું કે યુવાનોની શહીદી ભૂલવાની હોય તો હું તમારી સાથે ન હોઇ શકું.

સોનાનો મોહ છોડો, ગન રાખતાં અને
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.