અનિલ કપૂરની દીકરી સોનમને જાહેરમાં વઢ

અનિલ કપૂર પુત્રી સોનમ પાસે કડક શિસ્તપાલનો આગ્રહ રાખે છે. જ્યારે સોનમ બેફિકર છે. તાજેતરમાં પિતા પુત્રી એક એવોર્ડ ફંક્શનમાં હાજર રહ્યા હતા જ્યાં સોનમને પિતાએ આડકતરો ઠપકો આપ્યો હતો.
મુંબઈઃ અનિલ કપૂર પુત્રી સોનમ પાસે કડક શિસ્તપાલનો આગ્રહ રાખે છે. જ્યારે સોનમ બેફિકર છે. તાજેતરમાં પિતા પુત્રી એક એવોર્ડ ફંક્શનમાં હાજર રહ્યા હતા જ્યાં સોનમને પિતાએ આડકતરો ઠપકો આપ્યો હતો. સોનમની ફિલ્મ ‘નીરજા’ના દિગ્દર્શક અનિરુદ્ધ ચૌધરીને બેસ્ટ ફિલ્મ સર્જક તરીકે એવોર્ડ મળવાનો હતો. આ એવોર્ડ સોનમના પિતા અનિલ કપૂર અને બોની કપૂર આપી રહ્યા હતા. આ સમયે ‘નીરજા’ની આખી ટીમને સ્ટેજ પર બોલાવવામાં આવી હતી. અનિલે સ્ટેજ પરથી વારંવાર સોનમનું નામ એનાઉન્સ કર્યું, પણ સોનમનું આ વાતમાં ધ્યાન જ નહોતું. તે મિત્રો સાથે ગપ્પાં મારી રહી હતી. આ વર્તણૂકથી અનિલ ગુસ્સે થયો હતો. તેણે બધાની સામે એનાઉન્સ કર્યું કે સોનમ તારા પિતા પાસેથી કંઈક તો શીખ. એ પછી સોનમનું ધ્યાન અનિલ તરફ ગયું હતું અને તે ઝડપથી સ્ટેજ પર પહોંચી હતી, પરંતુ ત્યાં પણ તે વધારે વાર ઊભી ન રહી. દિગ્દર્શકને એવોર્ડ મળતાં જ નીકળી ગઈ. તેણે ડાયરેક્ટર રામ માધવાની સ્પીચ પણ સાંભળવાની મેનર્સ દેખાડી નહીં.
