ખોડલધામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવ સમા જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલા ખોડલધામ મંદિરનું નિર્માણ પાંચ વર્ષ બાદ પૂર્ણ થવા જઈ રહ્યું છે. રૂ. ૬૦ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થયું છે. અત્યાર સુધીમાં રૂ. ૧૩૦ કરોડનું દાન મંદિરને મળ્યું છે. ૧૭મી જાન્યુઆરીથી ૨૧મી જાન્યુઆરીમાં ખોડલધામમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

રાજકોટઃ સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવ સમા જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલા ખોડલધામ મંદિરનું નિર્માણ પાંચ વર્ષ બાદ પૂર્ણ થવા જઈ રહ્યું છે. રૂ. ૬૦ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થયું છે. અત્યાર સુધીમાં રૂ. ૧૩૦ કરોડનું દાન મંદિરને મળ્યું છે. ૧૭મી જાન્યુઆરીથી ૨૧મી જાન્યુઆરીમાં ખોડલધામમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં લાખો ભાવિકો આસ્થા ઉત્સાહભેર ભાગ લેશે. તેવું ખોડલધામના ટ્રસ્ટી હંસરાજભાઈ ગજેરા, પરેશભાઈ ગજેરા વગેરેએ પત્રકારોને તાજેતરમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ખોડલધામ મંદિર ખાતે પાટીદારો ઉપરાંત દેશવિદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

ખોડલધામમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.