6 ઘૂસણખોર પાકિસ્તાનીને 8 વર્ષની સજા
જખૌ નજીક ભારતીય જળસીમાથી 2019માં 217 કિલો ડ્રગ્સ પકડાવાના કેસમાં એનઆઈએ સ્પેશિયલ કોર્ટના જજ હેમાંગ રાજેન્દ્ર રાવલે 6 પાકિસ્તાની અને એક ભારતીયને એનડીપીએસ એક્ટ, આતંકવાદી પ્રવૃત્તિઓ અને ક્રિમિનલ ષડયંત્ર જેવા ગુનાથી નિર્દોષ જાહેર કર્યા છે.
અમદાવાદઃ જખૌ નજીક ભારતીય જળસીમાથી 2019માં 217 કિલો ડ્રગ્સ પકડાવાના કેસમાં એનઆઈએ સ્પેશિયલ કોર્ટના જજ હેમાંગ રાજેન્દ્ર રાવલે 6 પાકિસ્તાની અને એક ભારતીયને એનડીપીએસ એક્ટ, આતંકવાદી પ્રવૃત્તિઓ અને ક્રિમિનલ ષડયંત્ર જેવા ગુનાથી નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે પાસપોર્ટ વિના ગેરકાયદે ઘૂસણખોરીના આરોપમાં 8 વર્ષની સજા ફટકારી છે. સજા પામેલા પાકિસ્તાનીઓને ‘ફોરેનર્સ એક્ટ'ની કલમો હેઠળ ગુનેગાર ઠરાવીને 8 વર્ષની સખત કેદ અને રૂ. 25 હજારનો દંડ કરાયો છે. આ તમામને 21 મે 2019માં પાકિસ્તાની ફિશિંગ બોટ ‘અલ-મદીના’ને આંતરી ઝડપી લેવાયા હતા.
