7 જુલાઇના પૂર પછી સુરતના કારમાલિકોની ‘સેફ પાર્કિંગ’ની દોડ વધી

7 જુલાઈએ શહેરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન રેસિડેન્શિયલ અને માર્કેટના બેઝમેન્ટમાં 6500 થી વધુ કાર ડૂબી જતાં સુરતના કારમાલિકો વાહનોની સુરક્ષાને લઈ ભયમાં છે. પૂરના ડરે હવે લોકો બેઝમેન્ટ કે ખુલ્લા પાર્કિંગને બદલે મલ્ટિલેવલ પાર્કિંગ તરફ વળતાં કોર્પોરેશનના 13 પૈકી 11 પાર્કિંગ હાઉસફુલ થઈ રહ્યાં છે.
સુરતઃ 7 જુલાઈએ શહેરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન રેસિડેન્શિયલ અને માર્કેટના બેઝમેન્ટમાં 6500 થી વધુ કાર ડૂબી જતાં સુરતના કારમાલિકો વાહનોની સુરક્ષાને લઈ ભયમાં છે. પૂરના ડરે હવે લોકો બેઝમેન્ટ કે ખુલ્લા પાર્કિંગને બદલે મલ્ટિલેવલ પાર્કિંગ તરફ વળતાં કોર્પોરેશનના 13 પૈકી 11 પાર્કિંગ હાઉસફુલ થઈ રહ્યાં છે. હવે વરસાદની આગાહી થતાં જ અનેક લોકો કાર બચાવવા શહેરના વિવિધ ઓવરબ્રિજ પર પાર્ક કરવા મજબૂર બન્યા છે. અગાઉ માત્ર દિવસ દરમિયાન કામકાજઅર્થે વપરાતાં મલ્ટિલેવલ પાર્કિંગ હવે રાત્રે ‘સેફ ઝોન’ બની ગયા છે. હવે રોજ 20થી 30 લોકો પાર્કિંગ માટે પૂછપરછ કરે છે. લોકોની પાર્કિંગની વધતી માગને કારણે પાર્કિંગ બહાર ‘હાઉસફુલ’નાં બોર્ડ લગાવવાં પડી રહ્યાં છે.
