અમદાવાદ એરપોર્ટ રન-વે પાણીમાં ગરકાવ

અમદાવાદમાં ભારે વરસાદને પગલે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રન-વે પણ પાણીમાં ગરકાવ થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
અમદાવાદઃ અમદાવાદમાં ભારે વરસાદને પગલે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રન-વે પણ પાણીમાં ગરકાવ થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના દાવા પ્રમાણે આ વીડિયો કાર્ગો એરિયાનો છે, પેસેન્જર ટર્મિનલનો નથી. આ જે પાણી ભરાયું હતું તેનો એક કલાકમાં જ નિકાલ કરાયો હતો અને ફ્લાઈટ સેવાને પણ કોઈ અસર પડી નથી. જો કે પાણી ભરાતાં યાતાયાત પર થોડી વાર અસર પણ પડી હતી.
