અર્થનો અનર્થ ન થાય, સાર્થક થાય એ જ સાચુ ધન: પૂ. મોરારીબાપુ

અર્થનો અનર્થ ન થાય, સાર્થક થાય

દક્ષિણ આફ્રિકાના કેન્યામાં કેરિયોની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા’માં પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે આપણા સનાતન ધર્મમાં જીવન જીવવાની બધી જ ચાવીઓ દર્શાવાઇ છે. એમાં અર્થોપાજન એટલે કે ધન-પૈસા કમાવવાની પણ હિમાયત છે.

નાઇરોબીઃ દક્ષિણ આફ્રિકાના કેન્યામાં કેરિયોની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા’માં પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે આપણા સનાતન ધર્મમાં જીવન જીવવાની બધી જ ચાવીઓ દર્શાવાઇ છે. એમાં અર્થોપાજન એટલે કે ધન-પૈસા કમાવવાની પણ હિમાયત છે. ખૂબ પૈસા કમાઓ પણ એના પાંચ માર્ગો બતાવાયા છે. એક તો, ખુબ અર્થોપાજન કરો પણ કોઇને નુકસાન ન થાય તે રીતે કમાઓ, બીજું - શરીરને સાચવીને ધન કમાવો, ઘણા લોકો સ્વાસ્થ્યના ભોગે જ કમાયા કરે છે!, ત્રીજું - પુરુષાર્થથી નીતિ મુજબ અને પ્રમાણિકતાથી અર્થોપાજન કરવું, ચોથું - ધર્મસંમત ધન કમાવવું અને પાંચમું - જરૂરી વસ્તુ કે પોતાનો સ્વાધ્યાય ચૂકી જવાય એ રીતે ધન ન કમાવવું. ધર્મ ચૂકી જવાય, આંસુ (સંવેદનશીલતા) ચૂકી જવાય એ રીતે અર્થોપાજન ન કરવું.

અર્થનો અનર્થ ન થાય, સાર્થક થાય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.