આ 3 નાની આદત ઘટાડશે હૃદયરોગનું જોખમ

શું તમે જાણો છો કે રાત્રે ફક્ત 11 મિનિટ વધુ ઊંઘ અને દિવસ દરમિયાન ફક્ત 4.5 મિનિટ વધુ ચાલવાથી તમારા હૃદયને શક્તિ મળી શકે છે? આપણે અતિશય વ્યસ્ત જીવનશૈલી છતાં ઘણીવાર જિમમાં જવાની અથવા હેલ્ધી ડાયેટ પ્લાનની યોજના તો બનાવીએ છીએ, પરંતુ તે બે-ચાર દિવસમાં જ તૂટી જતી હોય છે.

શું તમે જાણો છો કે રાત્રે ફક્ત 11 મિનિટ વધુ ઊંઘ અને દિવસ દરમિયાન ફક્ત 4.5 મિનિટ વધુ ચાલવાથી તમારા હૃદયને શક્તિ મળી શકે છે? આપણે અતિશય વ્યસ્ત જીવનશૈલી છતાં ઘણીવાર જિમમાં જવાની અથવા હેલ્ધી ડાયેટ પ્લાનની યોજના તો બનાવીએ છીએ, પરંતુ તે બે-ચાર દિવસમાં જ તૂટી જતી હોય છે. જોકે એક નવા અભ્યાસમાં સાબિત થયું છે કે જીવનશૈલીમાં મોટા ફેરફારો કરવાને બદલે, નાના નાના પગલાં લેવાથી હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ 10 ટકા ઘટાડી શકાય છે. આ સંશોધન ‘યુરોપિયન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી’માં પ્રકાશિત થયું છે. જો કોઈ વ્યક્તિ રોજ 8-9 કલાક ઊંઘે, 42 મિનિટની પ્રવૃત્તિ કરે અને સંતુલિત આહાર લે, તો હૃદયરોગના હુમલાનું જોખમ 57 ટકા ઘટાડી શકાય છે.
આ નાની આદતો, જે તમારા હૃદયને સુરક્ષિત રાખવામાં મદદ કરશે
• ઊંઘ: રોજ રાત્રે ફક્ત 11 મિનિટ વધારાની ઊંઘ લો.
• ચાલવુંઃ તમારા રોજિંદી દિનચર્યામાં ફક્ત 4.5 મિનિટ ઝડપથી ચાલવાનું (બ્રિસ્ક વોક) ઉમેરો.
• આહાર: આહારમાં રોજ લગભગ 50 ગ્રામ (મુઠ્ઠીભર) વધારાના શાકભાજી ઉમેરો.

આ 3 નાની આદત ઘટાડશે હૃદયરોગનું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.