એકસાથે ચાર ‘હમશકલ’ બાળકીનો જન્મઃ

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ પ્રાંતની રોયલ બ્રિસબેન એન્ડ વિમેન્સ હોસ્પિટલમાં એક મહિલાએ એકસરખો ચહેરો ધરાવતી ચાર બાળકીને જન્મ આપતાં તેની પ્રસુતિ કરાવનારા ડોક્ટરો ચોંકી ગયા છે. તેમનું કહેવું છે કે પ્રસુતિના લગભગ દોઢ કરોડ કિસ્સામાંથી એકાદ કિસ્સામાં આવું બનતું હોય છે. આ અત્યંત દુર્લભ બાબત છે. ચાર બાળકીઓને જન્મ આપનારી મહિલાની ઉંમર 34 વર્ષ છે અને તેનું નામ જેનિટર સાઉ નાઆમોઆના છે.

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ પ્રાંતની રોયલ બ્રિસબેન એન્ડ વિમેન્સ હોસ્પિટલમાં એક મહિલાએ એકસરખો ચહેરો ધરાવતી ચાર બાળકીને જન્મ આપતાં તેની પ્રસુતિ કરાવનારા ડોક્ટરો ચોંકી ગયા છે. તેમનું કહેવું છે કે પ્રસુતિના લગભગ દોઢ કરોડ કિસ્સામાંથી એકાદ કિસ્સામાં આવું બનતું હોય છે. આ અત્યંત દુર્લભ બાબત છે. ચાર બાળકીઓને જન્મ આપનારી મહિલાની ઉંમર 34 વર્ષ છે અને તેનું નામ જેનિટર સાઉ નાઆમોઆના છે.

જેનિટારે ચાર એકસરખી બાળકીઓને જન્મ આપીને તબીબી જગતને આશ્ચર્યચકિત કરી દીધું છે. સાત મહિના ચાર દિવસની ગર્ભાવસ્થા પછી 14 જુલાઈએ સિઝેરિયન ઓપરેશન દ્વારા આ બાળકીઓનો સુરક્ષિત જન્મ થયો. મેડિકલ સાયન્સમાં તેને મોનોઝાઈગોટિક ક્વોડ્રુપ્લેટ્સ કહેવાય છે, જે લગભગ દોઢ કરોડ ગર્ભધારણમાં માત્ર એકવાર જોવા મળે છે. તબીબી નિષ્ણાતોના મતે આ દુર્લભ ગર્ભાવસ્થામાં એક જ ફળદ્રુપ ઈંડુ ચાર ભાગમાં વિભાજિત થયું, જેમાંથી ચાર બાળકીનો જન્મ થયો. સૌથી અનોખી વાત એ છે કે ચારેય ભ્રૂણ એક જ પ્લેસેન્ટાથી જોડાયેલા હતા, જે ચિકિત્સા વિજ્ઞાાનમાં અત્યંત અસામાન્ય સ્થિતિ મનાય છે. આ જ કારણે સમગ્ર ગર્ભાવસ્થાને અત્યાધિક જોખમી ગણીને સમગ્ર સમય દરમિયાન જેનિટારની વિશેષ સંભાળ લેવાઇ હતી.

પ્રસુતિ કરાવનારાં ડો. એલેક્સા બેન્ડાલે જણાવ્યું કે આ બાળકીઓનું ગર્ભાધાન કુદરતી રીતે થયું હતું અને એક ફલિત અંડકોષ ચાર ભાગમાં વિભાજિત થવાને કારણે તેમનો જન્મ થયો હતો. તેમણે આ ઘટનાને અદ્ભૂત ગણાવી હતી. ગર્ભાવસ્થાના પચ્ચીસમાં અઠવાડિયામાં જ જેનિટારને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જેથી માતા અને ગર્ભમાં રહેલી બાળકીઓની સતત દેખરેખ રાખી શકાય.
સુરક્ષિત પ્રસવ પછી બાળકીઓના નામ એમિલી, હૈરિયટ, કૈથરીન અને એલેક્સા રખાયા છે. ચોથી બાળકીનું નામ ટ્રીટમેન્ટ કરનાર ડો. એલેક્સા બેંડલના સન્માનમાં રખાયું છે. હાલ ચારે નવજાત સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમના પૂર્ણ વિકાસ સુધી તેમને એનઆઈસીયુમાં ઈન્ક્યુબેટરમાં રખાશે.

જેનિટાર અને તેના પતિ જોર્થમને પહેલેથી ચાર બાળકો છે. આમ હવે પરિવારમાં કુલ આઠ બાળકો સહિત દસ સભ્યો થઈ ગયા છે. એક સાથે ચાર નવજાતની દેખભાળ અને આટલા મોટા પરિવારની જરૂરતને પૂરી કરવી તેમના માટે મોટો પડકાર બની ગયો છે. આ જ કારણે તેમણે હવે વેન ખરીદવા માટે ઓનલાઈન સહાયતા અભિયાન શરૂ કર્યું છે. તેમની ભાવનાત્મક અપીલથી પ્રભાવિત થઈને લોકોએ અત્યાર સુધી 37 હજાર ઓસ્ટ્રેલિયાઈ ડોલર એટલે લગભગ 25 લાખ રૂપિયાથી વધુનો સહયોગ આપ્યો છે.

એકસાથે ચાર ‘હમશકલ’ બાળકીનો જન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.