એડિનબરોમાં નાઇટ સ્ટે કરનારા પ્રવાસીઓ પર ટુરિસ્ટ ટેક્સ લાગુ

સ્કોટલેન્ડની રાજધાની એડિનબરો યુકેમાં શહેર સ્તરે ટુરિસ્ટ ટેક્સ લાગુ કરનારું પ્રથમ શહેર બન્યું છે. એડિનબરો વિઝિટર લેવી તરીકે ઓળખાતો નવો ટેક્સ 24 જુલાઈ 2026થી અમલમાં આવ્યો છે. જે અંતર્ગત પેઇડ ઓવરનાઇટ એકોમોડેશન બુક કરાવનાર પ્રવાસીઓએ રૂમના મૂળ ભાડા પર 5 ટકા વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જોકે નાસ્તો, ભોજન, પીણાં, પાર્કિંગ કે સ્પા સારવાર જેવી અન્ય સેવાઓ પર આ ટેક્સ લાગુ થશે નહીં. આ ટેક્સ માત્ર રોકાણની પ્રથમ 5 રાત સુધી જ લાગુ પડશે. જો કોઈ પ્રવાસી વધુ દિવસો રોકાય તો પણ 5 રાત પછી વધારાનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.

લંડનઃ સ્કોટલેન્ડની રાજધાની એડિનબરો યુકેમાં શહેર સ્તરે ટુરિસ્ટ ટેક્સ લાગુ કરનારું પ્રથમ શહેર બન્યું છે. એડિનબરો વિઝિટર લેવી તરીકે ઓળખાતો નવો ટેક્સ 24 જુલાઈ 2026થી અમલમાં આવ્યો છે. જે અંતર્ગત પેઇડ ઓવરનાઇટ એકોમોડેશન બુક કરાવનાર પ્રવાસીઓએ રૂમના મૂળ ભાડા પર 5 ટકા વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જોકે નાસ્તો, ભોજન, પીણાં, પાર્કિંગ કે સ્પા સારવાર જેવી અન્ય સેવાઓ પર આ ટેક્સ લાગુ થશે નહીં. આ ટેક્સ માત્ર રોકાણની પ્રથમ 5 રાત સુધી જ લાગુ પડશે. જો કોઈ પ્રવાસી વધુ દિવસો રોકાય તો પણ 5 રાત પછી વધારાનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.

જો તમારું રોકાણ 24 જુલાઈ 2026 કે ત્યાર પછીનું હોય પરંતુ તમે તેનું બુકિંગ અને પૂરેપૂરું અથવા અંશતઃ ચૂકવણું 1 ઓક્ટોબર 2025 પહેલાં કરી દીધું હોય તો તમારે આ વધારાનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.

એડિનબરોમાં નાઇટ સ્ટે કરનારા પ્રવાસીઓ પર ટુરિસ્ટ ટેક્સ લાગુ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.