એસેક્સ બીચ દુર્ઘટનામાં બાંગ્લાદેશી રાજકીય નેતાની પત્ની અને પુત્રીના મોત

એસેક્સમાં વેસ્ટ મર્સીયા બીચ પર બુધવારે સાંજે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનામાં બ્રિટિશ-બાંગ્લાદેશી શિક્ષિકા શેલીના રહેમાન અને તેમની 15 વર્ષીય પુત્રી સમીહા રહેમાનનું સમુદ્રમાં ડૂબી જવાથી નીપજ્યું છે. શેલીના રહેમાન બ્રિટનમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના યુવા સંગઠન જુબો દલ યુકે'ના વડા ડૉ. મન્સૂર રહેમાનના પત્ની હતા.

લંડનઃ એસેક્સમાં વેસ્ટ મર્સીયા બીચ પર બુધવારે સાંજે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનામાં બ્રિટિશ-બાંગ્લાદેશી શિક્ષિકા શેલીના રહેમાન અને તેમની 15 વર્ષીય પુત્રી સમીહા રહેમાનનું સમુદ્રમાં ડૂબી જવાથી નીપજ્યું છે. શેલીના રહેમાન બ્રિટનમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના યુવા સંગઠન જુબો દલ યુકે'ના વડા ડૉ. મન્સૂર રહેમાનના પત્ની હતા.

પ્રાથમિક માહિતી મુજબ સમુદ્રમાં અચાનક આવેલી ભારે ભરતીના કારણે પગ નીચેથી રેતી ખસી જતાં પરિવારના સભ્યો પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. પરિવારના એક 7 વર્ષીય બાળકને ગંભીર હાલતમાં લંડનની હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યું છે જ્યારે અન્ય સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુધવારે સાંજે આશરે 5:30 વાગ્યે ઘટનાની જાણ થતાં જ કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર, લાઈફબોટ અને બે એર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસેક્સ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

એસેક્સ બીચ દુર્ઘટનામાં બાંગ્લાદેશી રાજકીય નેતાની પત્ની અને પુત્રીના મોત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.