એસેક્સની આગમાં 20 ફાયરફાઈટર્સને ઈજા

એસેક્સની આગમાં 20 ફાયરફાઈટર્સને ઈજા

એસેક્સમાં ઈસ્ટ હેનિંગફિલ્ડની ઈન્ડસ્ટ્રિયલ સાઈટ પર જોરદાર વિસ્ફોટ સાથે લાગેલી આગથી ઓછામાં ઓછાં 20 ફાયરફાઈટર્સને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, ત્રણ ફાયર એન્જિનો નાશ પામ્યા છે અને બે ઈમર્જન્સી કાર પણ બળી ગઈ છે. પ્રચંડ આગને ઓલવવા 100થી વધુ ફાયરફાઈટર્સને કામે લગાવાયા હતા. આ વિસ્ફોટનો અવાજ 15 માઈલ દૂર સાઉધેન્ડમાં સંભળાયો હતો. આગ હવે કાબુમાં લેવાઈ છે.

લંડનઃ એસેક્સમાં ઈસ્ટ હેનિંગફિલ્ડની ઈન્ડસ્ટ્રિયલ સાઈટ પર જોરદાર વિસ્ફોટ સાથે લાગેલી આગથી ઓછામાં ઓછાં 20 ફાયરફાઈટર્સને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, ત્રણ ફાયર એન્જિનો નાશ પામ્યા છે અને બે ઈમર્જન્સી કાર પણ બળી ગઈ છે. પ્રચંડ આગને ઓલવવા 100થી વધુ ફાયરફાઈટર્સને કામે લગાવાયા હતા. આ વિસ્ફોટનો અવાજ 15 માઈલ દૂર સાઉધેન્ડમાં સંભળાયો હતો. આગ હવે કાબુમાં લેવાઈ છે.

એક ઈન્ડસ્ટ્રી યુનિટના સ્ટોરમાં ફર્ટિલાઈઝરના કારણે વિસ્ફોટ સાથે ભયાનક આગ લાગવાથી એસેક્સ કાઉન્ટી ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઝડપથી ચોતરફ ફેલાયેલી આગના કારણે કેટલાક બિલ્ડિંગ્સને ભારે નુકસાન થયું છે અને તેમની સ્થિતિ ખાલી બળેલા માળખા જેવી દેખાતી હતી. આસપાસના ખેતરો પણ બળી ગયા હતા. ઘટનાસ્થળેથી સતત ધૂમાડા નીકળ્યા કર્યા હતા. વિસ્ફોટ પછી દૂરના ઘરોમાં પણ ધડાકાઓના ભારે અવાજો સંભળાવા સાથે ધ્રૂજારીઓ પણ અનુભવાઈ હતી.

એસેક્સની આગમાં 20 ફાયરફાઈટર્સને ઈજા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.