ઓગસ્ટના અંતથી પ્લગ ઇન બાલ્કની સોલર પેનલ લગાવવા મંજૂરી

ઓગસ્ટના અંતથી પ્લગ ઇન બાલ્કની સોલર પેનલ લગાવવા મંજૂરી

ઓગસ્ટના અંતથી પરિવારો પ્લગ-ઇન સોલર પેનલ્સ ખરીદી શકશે. સરકારે કાયદામાં સુધારો કરીને દેશના અગ્રણી રિટેલર્સને આ ટેકનોલોજી પ્રથમ વખત બજારમાં લાવવાની મંજૂરી આપી છે. નવા કાયદા અનુસાર 27 ઓગસ્ટથી યુકેના નાગરિકો યુરોપના અન્ય દેશોની જેમ બાલ્કની સોલર પેનલ્સ દ્વારા સ્વતંત્ર રીતે વીજળી ઉત્પન્ન કરી શકશે. સ્પેન અને જર્મની જેવા દેશોમાં આ પ્લગ-ઇન સિસ્ટમ ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં તેને બાલકોનક્રાફ્ટવર્ક તરીકે ઓળખવામાં આવે છે.

લંડનઃ ઓગસ્ટના અંતથી પરિવારો પ્લગ-ઇન સોલર પેનલ્સ ખરીદી શકશે. સરકારે કાયદામાં સુધારો કરીને દેશના અગ્રણી રિટેલર્સને આ ટેકનોલોજી પ્રથમ વખત બજારમાં લાવવાની મંજૂરી આપી છે. નવા કાયદા અનુસાર 27 ઓગસ્ટથી યુકેના નાગરિકો યુરોપના અન્ય દેશોની જેમ બાલ્કની સોલર પેનલ્સ દ્વારા સ્વતંત્ર રીતે વીજળી ઉત્પન્ન કરી શકશે. સ્પેન અને જર્મની જેવા દેશોમાં આ પ્લગ-ઇન સિસ્ટમ ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં તેને બાલકોનક્રાફ્ટવર્ક તરીકે ઓળખવામાં આવે છે.

પરંપરાગત રૂફટોપ સોલર પેનલ્સ માટે વ્યાવસાયિક ઇન્સ્ટોલેશનની જરૂર પડે છે પરંતુ તેની સરખામણીમાં બાલ્કની સોલર પેનલ્સને ઘરના સામાન્ય થ્રી-પિન વોલ સોકેટમાં પ્લગ કરીને સરળતાથી ચાલુ કરી શકાય છે. બાલ્કની, ટેરેસ કે શેડની છત જેવી ખુલ્લી જગ્યાઓ પરથી આ પેનલ્સ વીજળી ઉત્પન્ન કરે છે.

આ સિસ્ટમ્સની કિંમત લગભગ 400 પાઉન્ડથી શરૂ થવાનો અંદાજ છે. આ સિસ્ટમ વાર્ષિક 70 થી 110 પાઉન્ડ સુધીનો વીજળી ખર્ચ ઘટાડી શકે છે. સામાન્ય રીતે આ પ્લગ-ઇન સિસ્ટમ્સ 800 વોટની ક્ષમતા ધરાવે છે, જે છત પર લાગતી સોલર સિસ્ટમ કરતા પાંચમા ભાગની હોય છે. ખરીદીનો ખર્ચ 4 થી 7 વર્ષમાં સરભર થઈ શકે છે.

ઓગસ્ટના અંતથી પ્લગ ઇન બાલ્કની સોલર પેનલ લગાવવા મંજૂરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.