ઓસ્ટ્રેલિયાથી એનઆરઆઇએ કરેલી એક ફરિયાદથી રૂ. 11 લાખ પરત મળ્યા

આજના ડિજિટલ યુગમાં ગુનાખોરીની રીતબદલાઈ છે, ત્યારે ગુજરાત પોલીસ પોતાની સંવેદનશીલતા અને 'સ્માર્ટ પોલીસિંગ'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતા NRI સાથે થયેલી રૂ. 11 લાખની છેતરપિંડીના કેસમાં અમરેલી પોલીસે ગણતરીના દિવસોમાં નાણાં પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરી છે. માત્ર એક ઈ-મેઈલ ફરિયાદના આધારે કરાયેલી આ સફળ કામગીરીથી વિદેશમાં વસતા ભારતીયોનો ગુજરાત પોલીસ પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
અમરેલીઃ આજના ડિજિટલ યુગમાં ગુનાખોરીની રીતબદલાઈ છે, ત્યારે ગુજરાત પોલીસ પોતાની સંવેદનશીલતા અને 'સ્માર્ટ પોલીસિંગ'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતા NRI સાથે થયેલી રૂ. 11 લાખની છેતરપિંડીના કેસમાં અમરેલી પોલીસે ગણતરીના દિવસોમાં નાણાં પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરી છે. માત્ર એક ઈ-મેઈલ ફરિયાદના આધારે કરાયેલી આ સફળ કામગીરીથી વિદેશમાં વસતા ભારતીયોનો ગુજરાત પોલીસ પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
લાલચમાં ફસાવ્યા હતા
મૂળ નવી દિલ્હીના વતની અને હાલ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સ્થાયી થયેલા સૌરભ જોલી સાથે બે વર્ષ પહેલાં અમરેલીની એક વ્યક્તિએ છેતરપિંડી આચરી હતી. સૌરભ જોલીએ સોનું અને ડાયમંડ ખરીદવાની લોભામણી જાહેરાતથી આકર્ષાઈ એપ્રિલ 2026માં સંબંધિત વ્યક્તિને રૂ. 11 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જો કે બે વર્ષ થવા છતાં પણ તેમને સોનું કે ડાયમંડ મળ્યા નહોતા અને સામે પક્ષેથી નાણા પણ પરત આપવામાં આવતા નહોતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સૌરભ જોલીએ 4 જૂન 2026ના રોજ અમરેલીના જિલ્લા એસપી સંજય ખરાતને ઈ-મેઈલથી ફરિયાદ મોકલી હતી.
પોલીસની ઝડપથી મદદ
એસપી સંજય ખરાતે આ ઈ-મેઈલ ફરિયાદને અત્યંત ગંભીરતાથી લઈ સાઇબર ક્રાઇમ ટીમને તપાસ હાથ ધરવા આદેશ આપ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ ખટાણા અને સાઇબર ક્રાઇમની ટીમે સ્માર્ટ પોલીસિંગના સિદ્ધાંતો અનુસરીને કામગીરી શરૂ કરી હતી. જે અંતર્ગત પોલીસે ફરિયાદીનો સામેથી સંપર્ક કરી વિગતો મેળવી હતી. આરોપીની લોભામણી જાહેરાતો, ટ્રાન્ઝેક્શનની વિગતો અને બેન્ક એકાઉન્ટ્સને ટ્રેસ કરીને સંબંધિત બેન્ક સાથે સતત સંકલન સાધ્યું હતું. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં લાંબી કાનૂની પ્રક્રિયા હોય છે, પરંતુ અમરેલી પોલીસે અરજદારને કોઈ પણ ધક્કા ખાધા વગર માત્ર 40થી 44 દિવસના ટૂંક સમયમાં રૂ. 11 લાખની પૂરી રકમ તેમના બેન્ક ખાતામાં પરત અપાવવામાં સફળતા મેળવી હતી.
શું કહ્યું સૌરભ જોલીએ?
સૌરભ જોલીએ જણાવ્યું કે, મને જરાય એવું લાગ્યું નથી કે હું ભારત બહાર બેઠો છું. મારી પાસે સતત અને વ્યવસ્થિત અપડેટ્સ આવી રહ્યા હતા. હું અમરેલી એસપી સંજય ખરાત, પીઆઇ કમલેશ ખટાણા અને ગુજરાતના રાજકીય નેતૃત્વનો આભાર માનું છું, જેમણે વિદેશમાં રહેતા ભારતીયોની મહેનતની કમાણી સુરક્ષિત રાખી છે.
