કરીમ ખાનની ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાંથી હકાલપટ્ટી નિશ્ચિત

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે તેના ચીફ પ્રોસિક્યુટર કરીમ ખાનને ગંભીર ગેરવર્તણૂક અને ફરજમાં ગંભીર બેદરકારી ના આરોપોસર હોદ્દા પરથી હટાવવા માટે મતદાન કર્યું છે. જાતીય દુરાચારના આરોપો સામે આવ્યાના લગભગ બે વર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટની ગવર્નિંગ બોડીમાં સામેલ 125 સભ્ય દેશોએ કરીમ ખાનને હટાવવા મંજૂરી આપી દીધી છે.
લંડનઃ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે તેના ચીફ પ્રોસિક્યુટર કરીમ ખાનને ગંભીર ગેરવર્તણૂક અને ફરજમાં ગંભીર બેદરકારી ના આરોપોસર હોદ્દા પરથી હટાવવા માટે મતદાન કર્યું છે. જાતીય દુરાચારના આરોપો સામે આવ્યાના લગભગ બે વર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટની ગવર્નિંગ બોડીમાં સામેલ 125 સભ્ય દેશોએ કરીમ ખાનને હટાવવા મંજૂરી આપી દીધી છે.
56 વર્ષીય પ્રોસિક્યુટર કરીમ ખાન પર એક મહિલા સ્ટાફ સભ્ય સાથે જાતીય ગેરવર્તણૂક કરવાનો અને ત્યારબાદ તેને કાનૂની કે શિસ્તભંગની ફરિયાદ આગળ વધારતી રોકવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.
બીજી તરફ કરીમ ખાનની કાનૂની ટીમે આ પ્રક્રિયાની ઉગ્ર ટીકા કરી હતી. તેમના વકીલે દાવો કર્યો હતો કે ખાનને સભ્યો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની ન્યાયી તક આપવામાં આવી નથી અને તેઓ ઉપલબ્ધ તમામ કાનૂની માધ્યમો દ્વારા આ નિર્ણયને પડકારશે.
