ક્રિમિનલ ગેંગ્સ પર તૂટી પડવા કેન્યા સરકારનો આદેશ

 કેન્યાના ઈન્ટિરીઅર કેબિનેટ સેક્રેટરી કિપ્ચુમ્બા મુર્કોમેને દેશની ક્રિમિનલ ગેંગ્સ પર તૂટી પડવા પોલીસ અને ડિટેક્ટિવ્ઝને આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ગુંડાઓ સામે કડક પગલાં લેવા રાષ્ટ્રીય સહમતિ સધાઈ છે. તેમણે કહ્યું હતું કે અપરાધની સમસ્યાને રાજકીય કારણોસર વધારીને કહેવાઈ છે.

નાઈરોબીઃ કેન્યાના ઈન્ટિરીઅર કેબિનેટ સેક્રેટરી કિપ્ચુમ્બા મુર્કોમેને દેશની ક્રિમિનલ ગેંગ્સ પર તૂટી પડવા પોલીસ અને ડિટેક્ટિવ્ઝને આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ગુંડાઓ સામે કડક પગલાં લેવા રાષ્ટ્રીય સહમતિ સધાઈ છે. તેમણે કહ્યું હતું કે અપરાધની સમસ્યાને રાજકીય કારણોસર વધારીને કહેવાઈ છે.

જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે રાજકારણીઓ વર્ષોથી બોડીગાર્ડ્સ અને ભાડે રખાયેલા જૂથોનો ઉપયોગ કરતા રહ્યા છે, જે પાછળથી હિંસક ગેંગ્સમાં ફેરવાયા હતા. રાજકીય નેતાઓ રાજકીય પ્રવૃત્તિઓ માટે આવા જૂથો પર આધાર રાખતા હતા. તેમમે 2024ના સરકારવિરોધી દેકાવોનું ઉદાહરણ આપ્યું હતું. પૂર્વ ડેપ્યુટી પ્રેસિડેન્ટ રિગાથી ગાચાગુઆ સહિતના રાજકારણીઓએ આવા જૂથોને કામે લગાવ્યા હતા જે પાછળથી સંસદ પર આક્રમણના પ્રયાસ અને બિઝનેસીસ પર હુમલા સહિત હિંસામાં સામેલ થયા હતા.

મુર્કોમેન અનુસાર સરકારે 2024 અને 2025ના વિરોધ પ્રદર્શનો દરમિયાન 3000થી વધુ શકમંદોની ધરપકડ કરી હતી. કોર્ટે ઘણાને પર્સનલ બોન્ડ્સ અથવા નાની રોકડ જામીન પર છોડી દીધા હતા. તેમણે એવો દાવો કર્યો હતો કે દેખાવો દરમિયાન, કેટલાક ધાર્મિક નેતાઓએ ધરપકડ કરાયેલા શકમંદોનો બચાવ કર્યો હતો, પરંતુ હવે તેઓ ક્રિમિનલ ગેંગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહીને ટેકો આપી રહ્યા છે.

ક્રિમિનલ ગેંગ્સ પર તૂટી પડવા કેન્યા સરકારનો આદેશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.