ખંભાળિયાના જાણીતા તબીબનું કેદારનાથ યાત્રામાં નિધન
જાણીતા સ્થાનિક તબીબ ડો. પી.વી. કંડોરિયા પરિવાર અને મિત્રોની સાથે કેદારનાથ યાત્રાએ ગયા હતા. જ્યાં હૃદયરોગના હુમલામાં તેનું મૃત્યુ થતાં ખંભળિયાના તબીબો ભાજપ તથા આહિર સમાજમાં શોક ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, ડો. કંડોરિયા જિલ્લા પંચાયતની ભાડથર બેઠકની ચૂંટણીમાં જીત્યા હતા તથા સિંચાઈ સમિતિના ચેરમેન બન્યા હતા. 22 જુલાઈએ તેઓ કેદારનાથ યાત્રા પૂર્ણ કરી દહેરાદૂન જવા નીકળ્યા ત્યારે રસ્તામાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું.
ખંભાળિયાઃ જાણીતા સ્થાનિક તબીબ ડો. પી.વી. કંડોરિયા પરિવાર અને મિત્રોની સાથે કેદારનાથ યાત્રાએ ગયા હતા. જ્યાં હૃદયરોગના હુમલામાં તેનું મૃત્યુ થતાં ખંભળિયાના તબીબો ભાજપ તથા આહિર સમાજમાં શોક ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, ડો. કંડોરિયા જિલ્લા પંચાયતની ભાડથર બેઠકની ચૂંટણીમાં જીત્યા હતા તથા સિંચાઈ સમિતિના ચેરમેન બન્યા હતા. 22 જુલાઈએ તેઓ કેદારનાથ યાત્રા પૂર્ણ કરી દહેરાદૂન જવા નીકળ્યા ત્યારે રસ્તામાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું.
