જંતર મંતરનું આંદોલન તો સમેટાયું, પણ રાજકીય ખેંચતાણનો અંત નથી

નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેજા હેઠળના વિદ્યાર્થીઓના આંદોલન સામે આખરે સરકાર ઝુકી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની સાથે 36 દિવસથી ચાલી રહેલું આંદોલન પણ સમાપ્ત થયું હતું. સરકારે આંદોલનકારીઓની બીજી તમામ માગણીઓ પણ સ્વીકારી લીધી હતી. પ્રધાનના રાજીનામાના સમાચાર મળતાની સાથે જંતર-મંતર પર જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. પરીક્ષાઓમાં ગેરરીતિ અને NEET પેપર લીક સામેના અભૂતપૂર્વ યુવા આંદોલનની આ એક મોટી જીત હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમના સ્થાને શિક્ષણ મંત્રાલયનો હવાલો પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેજા હેઠળના વિદ્યાર્થીઓના આંદોલન સામે આખરે સરકાર ઝુકી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની સાથે 36 દિવસથી ચાલી રહેલું આંદોલન પણ સમાપ્ત થયું હતું. સરકારે આંદોલનકારીઓની બીજી તમામ માગણીઓ પણ સ્વીકારી લીધી હતી. પ્રધાનના રાજીનામાના સમાચાર મળતાની સાથે જંતર-મંતર પર જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. પરીક્ષાઓમાં ગેરરીતિ અને NEET પેપર લીક સામેના અભૂતપૂર્વ યુવા આંદોલનની આ એક મોટી જીત હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમના સ્થાને શિક્ષણ મંત્રાલયનો હવાલો પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો છે.
વિપક્ષની માગ, શાસક પક્ષનો ઇનકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાઇ ગયું છે, પરંતુ વિવાદ ચાલુ છે. હવે વિપક્ષ માગ કરી રહ્યો છે કે આંદોલનકારીઓ પર અત્યાચાર અને લાઠીચાર્જ બાદ વડાપ્રધાને માફી માગવી જોઇએ. એટલું જ નહીં, ગૃહપ્રધાન અમિત શાહે પણ સંસદમાં નિવેદન આપવું જોઇએ. જોકે ભાજપે આ માગણીને ફગાવી દેતા કહ્યું છે કે વિપક્ષ પેપર લીક મામલે ગંભીર નથી. સરકાર સમગ્ર પરીક્ષા પ્રક્રિયાના પારદર્શક બનાવવા અને ભવિષ્યમાં પેપર લીકની ઘટના રોકવા આકરા પગલાં લેવા તૈયાર છે ત્યારે વિરોધ હંગામો કરીને વાતને આડે પાટે ચડાવી રહી છે. સોમવારે સંસદમાં ભારે હંગામા બાદ શાસક-વિપક્ષના સભ્યો મંગળવારે ગૃહમાં એન્ટી-પેપર લીક બિલ પર ચર્ચા કરવા સંમત થયા હતા. ઉલ્લેખનીય છે કે સરકાર અગાઉ જ સંસદમાં પેપર લીકને ડામવા બિલ રજૂ કરી ચૂકી છે. જેમાં કસૂરવારને 10 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયાના દંડની આકરી જોગવાઇ છે. વિપક્ષનું કહેવું છે કે આ તો સરકારનો દેખાડો છે. તે આ દૂષણ અટકાવવા ગંભીર નથી, બાકી અત્યારના કાયદા પણ પેપર લીક જેવી ઘટનાઓને રોકવા સક્ષમ છે.

સરકારે માગણી સ્વીકારી એટલે આંદોલનનો અંત
કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ તથા સીજેપીના પ્રતિનિધિમંડળ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં આંદોલનકારીઓના પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે સરકારે તમામ માગણીઓ સ્વીકારી લીધી છે. કોકરોચ જનતા પાર્ટી આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરે છે. અમને ખાતરી આપવામાં આવી છે કે સંમત શરતોનો અમલ નક્કી કરાયેલી સમયમર્યાદામાં કરાશે. અમારી ભાવિ વ્યૂહરચના અથવા અન્ય કોઈ મુદ્દા અંગે અમે તમને - માહિતગાર કરીશું. પરંતુ અમે દેખાવકારોને તાત્કાલિક વિખેરાઈ જવાની અપીલ કરીએ છીએ.

તો ફરી આંદોલનના મંડાણ થશે
નીટ પેપર લીક મુદ્દે યોજાયેલાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ તથા અન્ય પ્રદર્શનકારીઓ સામેની એફઆઈઆર તાત્કાલિક રદ નહીં થાય અને અટકાયતમાં લેવાયેલાં વિદ્યાર્થીઓને મુક્ત નહીં કરાય તો કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)એ આંદોલન ફરીથી શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકાએ કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા તથા જિતેન્દ્ર સિંહને સંબોધીને કરેલી એક્સ પરની એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે, પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરવાની સરકારની ખાતરીનો ભંગ કરાઈ રહ્યો છે. રાંકાએ દાવો કર્યો હતો કે, બિહાર તથા પશ્ચિમ બંગાળમાં અનેક વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ છે. દિલ્હી અને અન્ય રાજ્યોમાં પણ અસંખ્ય વિદ્યાર્થીઓ પર સરકાર નજર રાખી રહી છે. જો સરકાર તેમની માગ પૂરી નહીં કરે તો તેઓને ફરીથી વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે.
મહિના પછી ફરી બેઠકઃ રાંકા
આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની માંગણીઓ અંગે સરકારને પાંચ મુદ્દાની માંગણીઓનો ચાર્ટર સુપરત કરાયો છે, જેના પર સરકારે કામ કરવા સંમતિ આપી છે. સૈદ્ધાંતિક રીતે, પીડિતોના પરિવારોને વળતર અને પ્રદર્શનકારીઓ સામેના કાનૂની કેસ પાછા ખેંચવા જેવી માંગણીઓ પર સંમતિ થઈ છે. આશુતોષ રાંકાએ સ્પષ્ટ કર્યુ કે સીજેપી ટીમ આ તમામ મુદ્દાઓ પર પ્રગતિનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવા માટે એક મહિનામાં ફરી સરકાર સાથે મુલાકાત કરશે.
2000થી વધુ ગુનેગારોની ઓળખ, 15 FIR
દિલ્હી પોલીસે તાજેતરમાં સીજેપીના પ્રદર્શન દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) ની મદદ લેવામાં આવી હતી. આ આધુનિક પ્રણાલી દ્વારા 2000 થી વધુ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની ઓળખ કરવામાં આવી છે. આ ઓળખાયેલા લોકો પ્રદર્શનકારીઓની ભીડમાં ઘૂસી ગયા હતા. તેમનો મુખ્ય આશય પોલીસકર્મીઓને નિશાન બનાવવાનો હતો. આ દરમિયાન 130 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે આ ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. અત્યાર સુધીમાં આ મામલે કુલ 15 FIR નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસ સતત તપાસ કરી રહી છે. ગુનેગારોને પકડવા માટે અભિયાન ચાલુ છે. શંકાસ્પદોની ઓળખ કરવામાં ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમે મહત્વની ભૂમિકા ભજવી છે.
નિલેકણીના નેતૃત્વનાં ટાસ્કફોર્સની રચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પરીક્ષા સુધારણા માટે હાઈ પાવર્ડ ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. દેશમાં આધારના સૂત્રધાર અને ઈન્ફોસિસના ચેરમેન નંદન નિલેકણી તેના પ્રમુખ હશે. ટાસ્ક ફોર્સ વહેલામાં વહેલી તકે રિપોર્ટ સોંપશે. નિલેકણી સાથે ઈસરોના પૂર્વ ચેરમેન એસ. સોમનાથ, આઈબીના પૂર્વ ડાયરેક્ટર તપન ડેકા, આઈઆઈટી ચેન્નઈના ડાયરેક્ટર વી. કામકોટી, ગુજરાત કેડરના આઈએએસ અને પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને લોજિસ્ટિક્સ એક્સપર્ટ અમૃત લાલ મીણા પણ ટાસ્ક ફોર્સમાં સામેલ છે. પીએમએ જણાવ્યું કે સરકારનું લક્ષ્ય પરીક્ષા વ્યવસ્થાને વિશ્વસનીય, પારદર્શક અને ટેકનિક આધારિત બનાવવાનું છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે સતત નક્કર પગલાં ભરી રહ્યા છે.

જંતર મંતરનું આંદોલન તો સમેટાયું, પણ રાજકીય ખેંચતાણનો અંત નથી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.