દુબઈ-મુંબઈ ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ

દુબઈ-મુંબઈ ફ્લાઇટનું રાજકોટ એ

દુબઈથી મુંબઈ જતી IGO1452 (A320) ફ્લાઈટના કાર્ગોમાં એકાએક સ્મોક ડિટેક્ટ થતાં તુરંત ઇમર્જન્સી કોલ જાહેર કરી મેડે કોલ અપાતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સમયે પાઇલટે સમયસૂચકતાં દાખવી ફ્લાઇટને રાજકોટ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતું, જ્યાં તમામ 185 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બરને ઉતારી ચેકિંગ શરૂ કરાયું હતું. એરપોર્ટ પર મેજર કોલ જાહેર થતાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કલેક્ટર સાથે વાતચીત કરી મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે અંગે સૂચન કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

રાજકોટઃ દુબઈથી મુંબઈ જતી IGO1452 (A320) ફ્લાઈટના કાર્ગોમાં એકાએક સ્મોક ડિટેક્ટ થતાં તુરંત ઇમર્જન્સી કોલ જાહેર કરી મેડે કોલ અપાતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સમયે પાઇલટે સમયસૂચકતાં દાખવી ફ્લાઇટને રાજકોટ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતું, જ્યાં તમામ 185 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બરને ઉતારી ચેકિંગ શરૂ કરાયું હતું. એરપોર્ટ પર મેજર કોલ જાહેર થતાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કલેક્ટર સાથે વાતચીત કરી મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે અંગે સૂચન કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ દુબઈથી 02:13 વાગ્યે IGO 1452 (A320)ની ફ્લાઈટે મુંબઈ માટે ઉડાન ભરી હતી. જો કે બપોરે 2:45 વાગ્યે ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક ધુમાડો જોવા મળતાં પાઇલટે તાત્કાલિક રાજકોટ એરપોર્ટ એટીસીને મેડે કોલ આપી આપાતકાલીન લેન્ડિંગ માટે મંજૂરી માગી હતી. મંજૂરી મળતાં પાઇલટે 3:27 વાગ્યે ફ્લાઈટનું રાજકોટ ખાતે સફળતાપૂર્વક ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 194 મુસાફરો સવાર હતા. ઘટનાને કારણે થોડા સમય માટે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.

દુબઈ-મુંબઈ ફ્લાઇટનું રાજકોટ એ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.