પાક. હવે ‘દલાલી’ વસૂલવા મેદાનેઃ અમેરિકા પાસે રૂ. 96 હજાર કરોડ માગ્યા
ઈરાન-અમેરિકા વાટાઘાટોમાં મધ્યસ્થ બનેલું પાકિસ્તાન હવે તેનો આર્થિક ફાયદો ઉઠાવવાની પેરવીમાં લાગી ગયું છે. પાકિસ્તાને અમેરિકા પાસે રૂ. 96 હજાર કરોડની મદદ માગી છે.
વોશિંગ્ટન/ઈસ્લામાબાદઃ ઈરાન-અમેરિકા વાટાઘાટોમાં મધ્યસ્થ બનેલું પાકિસ્તાન હવે તેનો આર્થિક ફાયદો ઉઠાવવાની પેરવીમાં લાગી ગયું છે. પાકિસ્તાને અમેરિકા પાસે રૂ. 96 હજાર કરોડની મદદ માગી છે. આ રકમ 5 વર્ષ માટે હશે. પાકિસ્તાનના નાણા મંત્રી ઔરંગઝેબે અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે. જોકે હજુ આ માગ મંજૂર થઈ નથી. પાકિસ્તાન દ્વારા માગવામાં આવેલી આ મદદ સામાન્ય લોન નથી, પરંતુ સંકટના સમયે મળનારું સુરક્ષા કવચ હશે. તેનાથી પાકિસ્તાન પોતાના ફોરેક્સમાં રોકડ ઉમેરી શકશે. રૂપિયાના મૂલ્યમાં થતો ઘટાડો રોકી શકશે અને વિદેશી દેવું ચૂકવવા માટે રકમ એકત્ર કરી શકશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની અર્થતંત્ર હાલ ઉધારના સહારે ચાલી રહ્યું છે.
