પાલનપુરમાં રોટરી ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

પાલનપુરમાં રોટરી ક્લબ દ્વારા

રોટરી ક્લબ-પાલનપુર પ્રેરિત, આરસીસી સિનિયર સિટીઝન્સ ક્લબ-પાલનપુર દ્વારા ભૂતેડી ગામના હરહર ગંગેશ્વર મહાદેવ પરિસર ખાતે 21 જુલાઈએ 100 વૃક્ષનું અને છોડનું વાવેતર કરાયું. 

પાલનપુરઃ રોટરી ક્લબ-પાલનપુર પ્રેરિત, આરસીસી સિનિયર સિટીઝન્સ ક્લબ-પાલનપુર દ્વારા ભૂતેડી ગામના હરહર ગંગેશ્વર મહાદેવ પરિસર ખાતે 21 જુલાઈએ 100 વૃક્ષનું અને છોડનું વાવેતર કરાયું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબનાં ભાઈ-બહેનોએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું.  આ પ્રસંગે મહાદેવ મંદિર પરિસરના મહંત રવીન્દ્રગિરિજીના શુભ આશીર્વાદથી ક્લબ પરિવારના ઉદ્યોગપતિ, શિવમ સેલ્સ કોર્પોરેશનના ચેરમેન શિવરામભાઈ પટેલ હાજર રહ્યા હતા.  પ્રોજેક્ટ ચેરમેન જેઠા પંચાલની સાથે આ કાર્યક્રમમાં ક્લબના પ્રમુખ મણિભાઈ પ્રજાપતિ, મંત્રી પ્રતાપરાય ધતુરિયા, કારોબારી સભ્ય શિવરામ પ્રજાપતિ, રાજેન્દ્રભાઈ જાની, નવીન ત્રિવેદી, રમેશ પુરોહિત, કોકિલાબહેન પંચાલ, હંસાબહેન ત્રિવેદી, જયંતી જાલોરિયા, મનીષ ઠક્કર, મહેન્દ્ર મોદી, લક્ષ્મણ સોલંકી પિતામ્બરપુરીજી અને ક્લબ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

પાલનપુરમાં રોટરી ક્લબ દ્વારા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.