પ્રાઇમરી માર્કેટમાં ઓગસ્ટ ક્રાંતિઃ ડઝનથી વધુ કંપનીઓ ભારતીય બજારમાંથી રૂ. 25000 કરોડ ઊભા કરશે

આગામી મહિનો ભારતના પ્રાઈમરી માર્કેટ માટે ધમધમતો રહેશે. ઝેપ્ટો, દુહોમ ફાઈનાન્સ, શિપરોકેટ સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ અંદાજે 25,000 કરોડથી વધુનું ભંડોળ ઊભું કરશે. મર્ચન્ટ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ ઈશ્યૂમાં ફ્રેશ ઈક્વિટી શેર અને ઓફર ફોર સેલ (OFS)નો પણ સમાવેશ થશે.
નવી દિલ્હીઃ આગામી મહિનો ભારતના પ્રાઈમરી માર્કેટ માટે ધમધમતો રહેશે. ઝેપ્ટો, દુહોમ ફાઈનાન્સ, શિપરોકેટ સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ અંદાજે 25,000 કરોડથી વધુનું ભંડોળ ઊભું કરશે. મર્ચન્ટ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ ઈશ્યૂમાં ફ્રેશ ઈક્વિટી શેર અને ઓફર ફોર સેલ (OFS)નો પણ સમાવેશ થશે.
ઈક્વિટાસ કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ હેડ ભાવેશ શાહે જણાવ્યું હતું કે માર્કેટમાં સ્થિરતા આવી રહી છે અને રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધરી રહ્યું છે. તેના કારણે અત્યાર સુધી આઈપીઓ લાવવાની તૈયારી કરી રહેલી કંપનીઓ હવે તેમની યોજના આગળ વધારી રહી છે. સૌથી મોટા આઈપીઓમાં ઝેપ્ટો નવા શેર ઓફર કરીને 80 10 કરોડ સુધીનું ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત કંપની 11.34 કરોડ સુધીના ઇક્વિટી શેર OFS થી પણ ઓફર કરશે.
હાઉસિંગ ફાઇનાન્સ કંપની ટુહોમે રૂ. 3,000 કરોડનો ઈશ્યૂ લાવવાનો પ્રસ્તાવ સેબી સમક્ષ મૂકી દીધો છે. તેમાં રૂ. 1500 કરોડ સુધીના ફ્રેશ ઈક્વિટી શેર અને એટલી જ રકમ એટલે કે ₹1500 કરોડની ઓએફએસ (ઓફર ફોર સેલ) રહેશે. એલિવેટ કેમ્પસીસ સંપૂર્ણપણે ફ્રેશ ઈક્વિટી મારફતે રૂ. 2550 કરોડ ઊભા કરવાની યોજના ધરાવે છે. લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ શિપરોકેટ ₹2342.35 કરોડનો ઈશ્યૂ લાવી રહી છે, જેમાં 1, 100 કરોડની ફ્રેશ ઈક્વિટી અને 1242 કરોડની ઓએફએસ છે.
કેપિટલ માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલી અન્ય કંપનીઓમાં ઈનોવેટિવ્યૂ ઈન્ડિયા પણ છે, જે સંપૂર્ણપણે ઓએફએસ રૂટથી 2000 કરોડ મેળવશે. મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ પણ 1553 કરોડનો ઈશ્યૂ લાવી રહી છે. આ ઉપરાંત ધૂત ટ્રાન્સમિશન, આરસીઆઈએલ (એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની ઈન્ડિયા લિમિટેડ), અર્ડી ઈન્ડસ્ટ્રીઝ, ગજ અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ, રેઝ ઓફ બિલીફ, હાઈ-ટેક એન્જિનિયર્સ, શંકેશ જવેલર્સ અને લર્નફ્લુઅન્સ એજ્યુકેશન પણ આઈપીઓ લાવી રહી છે.
આ નવી આઈપીઓની પાઈપલાઈન એવા સમયે આવી રહી છે જ્યારે પ્રાઈમરી માર્કેટમાં સતત સક્રિયતા જોવા મળી રહી છે. આ રોકાણકારોના સુધરતા સેન્ટિમેન્ટ અને નવા લિસ્ટિંગ માટેની મજબૂત માંગને પ્રતિબિંબિત કરે છે. માર્કેટના જાણકારોનું માનવું છે કે કંપનીઓ અનુકૂળ ભંડોળ ઊભું કરવાની સ્થિતિનો લાભ લેવા ઈચ્છતી હોવાથી આઇપીઓની ગતિવિધિ આગળ પણ મજબૂત રહી શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં 36 કંપનીઓ આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી છે, જેમાં આ મહિને પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશેલી 9 કંપનીઓનો સમાવેશ થાય છે. મણીપાલ હેલ્થ એન્ટરપ્રાઈસીસ 29 જુલાઈએ અને અને જુનિપર ગ્રીન એનર્જી 30 જુલાઈએ જાહેર ઇશ્યૂ લાવશે. એમવી ઈલેક્ટ્રોસિસ્ટમ્સ પણ આગામી સપ્તાહે ઈશ્યૂ લાવવાની તૈયારીમાં છે.
ભાવેશ શાહે વધુમાં કહ્યું હતું કે પ્રાઈમરી માર્કેટમાં માળખાકીય પરિવર્તન આવ્યું છે અને ગ્રોથ કેપિટલ મેળવવા માટે ઇક્વિટી વધુને વધુ પસંદગીનો સ્ત્રોત બની રહી છે.
બજારની અસ્થિરતાને કારણે સમયાંતરે વ્યૂહાત્મક વિરામ જોવા મળશે, પરંતુ મૂળભૂત આઇપીઓ પાઈપલાઈન હજુ પણ ખૂબ જ મજબૂત છે. મને હજુપણ અપેક્ષા છે કે આ કેલેન્ડર વર્ષમાં ભારત આઇપીઓ મારફતે આશરે ડોલર 20 બિલિયનનું ભંડોળ ઊભું કરશે. તેમણે ઉમેર્યું હતું કે યોગ્ય વેલ્યુએશન પર આવતા આઇપીઓ રોકાણકારોને સારું વળતર આપતી રહેશે. જોકે, ખૂબ ઊંચા વેલ્યુએશન પર આવતા આઈપીઓમાં તેજીની સંભાવના મર્યાદિત રહી શકે છે, કારણ કે રોકાણકારો હવે દરેક આઈપીઓમાં આડેધડ રોકાણ કરવા કરવાને બદલે વધુ પસંદગીપૂર્વક રોકાણ કરી રહ્યા છે.
