બર્મિંગહામના 8 વર્ષીય જેસને વિશ્વના સૌથી નાની વયના એડિટર તરીકે ગિનિસ બુકમાં સ્થાન

બર્મિંગહામના 8 વર્ષીય જેસને વિશ્વના સૌથી નાની વયના એડિટર તરીકે ગિનિસ બુકમાં સ્થાન અપાયું છે. વેકેશનમાં વાલીઓ તેમના બાળકોને સ્ક્રીન અને ગેમિંગથી દૂર રાખવાની કવાયત કરતા હોય છે પરંતુ જેસની માતા એનિમ જોયસને આવી કોઇ ચિંતા નથી. જેસ સોશિયલ મીડિયાને સ્થાને આગામી વાર્તાસંગ્રહ પર કામ કરી રહ્યો છે.
લંડનઃ બર્મિંગહામના 8 વર્ષીય જેસને વિશ્વના સૌથી નાની વયના એડિટર તરીકે ગિનિસ બુકમાં સ્થાન અપાયું છે. વેકેશનમાં વાલીઓ તેમના બાળકોને સ્ક્રીન અને ગેમિંગથી દૂર રાખવાની કવાયત કરતા હોય છે પરંતુ જેસની માતા એનિમ જોયસને આવી કોઇ ચિંતા નથી. જેસ સોશિયલ મીડિયાને સ્થાને આગામી વાર્તાસંગ્રહ પર કામ કરી રહ્યો છે.
150નો મેન્સા આઇક્યૂ ધરાવતા જેસનો વાર્તાસંગ્રહ અવર સ્ટોરીઝ, અવર વર્લ્ડ આ વર્ષે પ્રકાશિત થયો છે જેમાં 6 થી 10 વર્ષના 20 લેખકોની સચિત્ર ટૂંકી વાર્તા અને કવિતાઓનો સમાવેશ કરાયો છે. આ પુસ્તકની 1000થી વધુ નકલ અત્યાર સુધીમાં વેચાઇ ચૂકી છે.
જેસની આ સિદ્ધીની નોંધ લેતાં ક્વીન કેમિલાએ અભિનંદન પત્ર પાઠવ્યો છે. તેને બીબીસી બ્લૂ પીટર ગોલ્ડ બેજથી પણ સન્માનિત કરાયો છે. જેસ કહે છે કે, મને વાંચન ખૂબ ગમે છે. મને લાગે છે કે દરેક વાર્તા અનન્ય હોય છે અને તેનો એક ચોક્કસ અર્થ તેમજ સંદેશ હોય છે. વાંચન મારા માટે રજાઓ મનાવવા સમાન છે કારણ કે તે ખૂબ જ આનંદદાયક છે અને તમને એક સાહસિક સફર પર લઈ જાય છે. મને દરેક શૈલીનું વાંચન પસંદ છે. જેસે અત્યાર સુધીમાં 2,000થી વધુ પુસ્તકો વાંચી લીધાં છે.
