બાંગ્લાદેશના શાહબુદ્દીન સામે ભ્રષ્ટાચારની તપાસ થશે

બાંગ્લાદેશમાં બે દિવસ પહેલાં રાજીનામું આપનારા પૂર્વ રાષ્ટ્રપતિ મોહંમદ શહાબુદ્દીન સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરાશે અને તે પછી કાર્યવાહી પણ કરાશે એમ કાયદામંત્રી મોહંમદ અસદુઝમાને જણાવ્યું હતું. સત્તા પરથી હટાવાયેલાં વડાંપ્રધાન શેખ હસીનાના સહયોગી 76 વર્ષીય શાહબુદ્દીને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ટાંકીને તેમનો કાર્યકાળ પૂરો થવાના બે વર્ષ અગાઉ શુક્રવારે રાજીનામું આપ્યું હતું.
ઢાકાઃ બાંગ્લાદેશમાં બે દિવસ પહેલાં રાજીનામું આપનારા પૂર્વ રાષ્ટ્રપતિ મોહંમદ શહાબુદ્દીન સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરાશે અને તે પછી કાર્યવાહી પણ કરાશે એમ કાયદામંત્રી મોહંમદ અસદુઝમાને જણાવ્યું હતું. સત્તા પરથી હટાવાયેલાં વડાંપ્રધાન શેખ હસીનાના સહયોગી 76 વર્ષીય શાહબુદ્દીને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ટાંકીને તેમનો કાર્યકાળ પૂરો થવાના બે વર્ષ અગાઉ શુક્રવારે રાજીનામું આપ્યું હતું.
