બોપલના રહીશોની મદદ માટે બોટ અને આર્મીની એક ટુકડી મુકાઈ

ભારે વરસાદના પગલે સમગ્ર બોપલ વિસ્તારમાં ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. કરોડો રૂપિયાના બંગલોની સોસાયટીઓમાં કલાકો સુધી ભરાયેલાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં કોર્પોરેશન નિષ્ફળ રહેતાં લોકોને બહાર કાઢવા માટે આર્મીની એક ટુકડી મૂકવામાં આવી હતી.
અમદાવાદઃ ભારે વરસાદના પગલે સમગ્ર બોપલ વિસ્તારમાં ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. કરોડો રૂપિયાના બંગલોની સોસાયટીઓમાં કલાકો સુધી ભરાયેલાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં કોર્પોરેશન નિષ્ફળ રહેતાં લોકોને બહાર કાઢવા માટે આર્મીની એક ટુકડી મૂકવામાં આવી હતી. ભારે વરસાદથી બોપલની પૂજન બંગલોઝ એન્ડ ફલેટના રહીશો છેલ્લા બે દિવસ હોમ ક્વોરન્ટાઈન થયાની સ્થિતી સર્જાઈ હતી. જેમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. બીજી તરફ પીવાનાં પાણીની પણ સગવડ ન થતાં સ્થાનિક ફ્લેટના રહીશો વરસાદી પાણી એકત્ર કરીને તેને ગરમ કરી પીવા મજબૂર બન્યા હતા.
