ભારત સહિત 17 દેશો ઉપર 10 ટકા ટેરિફઃ આ ફોર્સ્ડ લેબરનો આરોપ

અમેરિકાએ ફોર્સ્ડ લેબર (બળજબરીપૂર્વકના શ્રમ)થી બનેલા ઉત્પાદનોની આયાત પર કડક વલણ દાખવતાં ભારત સહિત 17 દેશોમાંથી આવતા માલસામાન ઉપર સેક્શન 301 હેઠળની તપાસ બાદ વધુ 10 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે. અમેરિકી વ્યાપાર કાયદા હેઠળ સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વોશિંગ્ટન: અમેરિકાએ ફોર્સ્ડ લેબર (બળજબરીપૂર્વકના શ્રમ)થી બનેલા ઉત્પાદનોની આયાત પર કડક વલણ દાખવતાં ભારત સહિત 17 દેશોમાંથી આવતા માલસામાન ઉપર સેક્શન 301 હેઠળની તપાસ બાદ વધુ 10 ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. આ નવા ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયા છે. અમેરિકી વ્યાપાર કાયદા હેઠળ સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રમ્પ સરકારનું કહેવું છે કે તેનો ઉદ્દેશ માનવાધિકારોનું રક્ષણ કરવાનો તથા વૈશ્વિક વ્યાપારમાં નિષ્પક્ષ સ્પર્ધા સુનિશ્ચિત કરવાનો છે. અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ (યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ-USTR) જેમીસન ગ્રીરે 1974ના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ 60 દેશો પર નવા ટેરિફની જાહેરાત કરી. આ નિર્ણય તમામ દેશો પર અમેરિકા દ્વારા સેક્શન 122 હેઠળ નંખાયેલા વધારાના 10 ટકા ટેરિફનો સમયગાળો પૂરો થવાના એક દિવસ અગાઉ લેવાયો છે.
પ્રમુખ ટ્રમ્પના નિર્દેશ પર જેમીસન ગ્રીરે એ 60 અર્થતંત્રો સામે અંતિમ કાર્યવાહી કરી છે કે જેઓ ફોર્સ્ડ લેબરથી બનેલા ઉત્પાદનોની આયાત પર અસરકારક રોક લગાવવામાં કે તેને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
ભારતે વાંધો ઊઠાવ્યો
ભારતે USTRની તપાસ સામે વાંધો ઊઠાવી કહ્યું છે કે આ મુદ્દા પર બંને દેશો વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વ્યાપાર કરાર મંત્રણા દરમિયાન ચર્ચા થઇ શકે તેમ છે. અમેરિકા ભારતનું બીજું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર છે અને ભારતીય નિકાસોનું સૌથી મોટું બજાર છે. 2025માં બંને દેશો વચ્ચે વસ્તુઓનો દ્વિપક્ષીય વ્યાપાર 141 બિલિયન ડોલરનો રહ્યો, જેમાં ભારતની નિકાસ 87.30 બિલિયન ડોલરની હતી.

ભારત સહિત 17 દેશો ઉપર 10 ટકા ટેરિફઃ આ ફોર્સ્ડ લેબરનો આરોપ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.