ભારે વરસાદથી વિવિંગ યુનિટો બંધઃ 2.40 કરોડ મીટર કાપડનું ઉત્પાદન ઠપ

ભારે વરસાદથી વિવિંગ યુનિટો બં

શહેરમાં સર્જાયેલી વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે. વિવિંગ ઉદ્યોગના આગેવાનોના અંદાજ મુજબ શહેરના આશરે 20 ટકા વિવિંગ યુનિટ બે દિવસ સુધી બંધ રહેતાં અંદાજે 2.40 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ શક્યું નથી. ઉત્પાદન અટકતાં વિવિંગ અને તેની સાથે સંકળાયેલા સેગમેન્ટને રૂ. 200 કરોડનું નુકસાન થયું છે.

સુરતઃ શહેરમાં સર્જાયેલી વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે. વિવિંગ ઉદ્યોગના આગેવાનોના અંદાજ મુજબ શહેરના આશરે 20 ટકા વિવિંગ યુનિટ બે દિવસ સુધી બંધ રહેતાં અંદાજે 2.40 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થઈ શક્યું નથી. ઉત્પાદન અટકતાં વિવિંગ અને તેની સાથે સંકળાયેલા સેગમેન્ટને રૂ. 200 કરોડનું નુકસાન થયું છે.
ઉત્પાદન બંધ છતાં કારખાનાઓનાં ભાડાં, બેન્ક વ્યાજ. વીજળીના ફિક્સ ચાર્જ, મશીનરી જાળવણી અને કર્મચારીઓના ખર્ચ જેવા ફિક્સ્ડ ખર્ચ ચાલુ રહ્યા હતા. આમ બે દિવસમાં ફિક્સ્ડ કોસ્ટના રૂપમાં અંદાજે રૂ. 50 કરોડનો વધારાનો બોજ પડ્યો છે. આમ કુલ મળીને ટેક્સટાઇલ ઉદ્યોગ પર આશરે રૂ. 250 કરોડની આર્થિક અસર નોંધાઈ છે.
વિવિંગ યુનિટ્સ બંધ રહેતાં સપ્લાય ચેઇન પણ ખોરવાઈ છે. અટકેલું ઉત્પાદન પાછળથી વધારાની શિફ્ટ ચલાવીને ભરપાઈ કરી શકાય છે, પરંતુ મશીનના હપતા, બેન્ક વ્યાજ, ભાડું, પગાર અને વીજળીના ફિક્સ ચાર્જથી જે નુકસાન થાય તે ક્યારેય પાછું મળતું નથી. તદ્ઉપરાંત માલની ડિલિવરીમાં વિલંબથી પ્રતિષ્ઠા અને ગ્રાહકોના વિશ્વાસ પર વિપરીત અસર થાય છે.
પૂરની સ્થિતિને કારણે કાપડ ઉદ્યોગની જીવાદોરી સમાન યાર્નના વ્યવસાયને પણ મોટો ફટકો પડ્યો છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા યાર્નના ગોડાઉનોમાં મોટાપાયે પાણી ભરાઈ જવાને કારણે કરોડો રૂપિયાનો યાર્નનો જથ્થો પલળી જતાં ભારે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
 આ ગંભીર કટોકટી વચ્ચે યુનાઇટેડ ગુજરાત યાર્ન ડીલર એસોસિયેશન દ્વારા તમામ અસરગ્રસ્ત વેપારીઓના નુક્સાનો ચોક્કસ ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

ભારે વરસાદથી વિવિંગ યુનિટો બં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.