મુંબઇની સૂકી ભેળ
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ મમરા-2 કપ • પાપડી પુરી-6 નંગ • સમારેલું બાફેલું બટાકું-1 કપ • સમારેલી ડુંગળી -1 નંગ • સમારેલું ટામેટું-1 નંગ • સમારેલી કાચી કેરી-2 ચમચી • સમારેલાં લીલાં મરચાં-2 નંગ • કોથમીર-2 ચમચી • લાલ મરચું પાઉડર-અડધી ચમચી • લીંબુ રસ-અડધી ચમચી • નાયલોન સેવ-પા કપ • ચાટ મસાલો -1 ચમચી • ડ્રાય ચટણી (મુંબઈમાં લારીવાળા પાસે આ ચટણી હોય છે. દાળિયા દાળ, સીંગદાણા, સૂકું કોપરું, લસણ, લીલા મરચાં, કોથમીરને પાણી વગર ક્રશ કરીને આ ચટણી બનાવો.)
રીતઃ દરેક સામગ્રી અને સ્વાદ મુજબ સૂકી ચટણી મિક્સ કરો અને ભેળનો સ્વાદ માણો.
