યુકેની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અરજીઓમાં વિક્રમી ઉછાળો

યુકેમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે વિદેશી વિદ્યાર્થીઓની અરજીઓમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. યુનિવર્સિટીઝ એન્ડ કોલેજિઝ એડમિશન સર્વિસના તાજેતરના આંકડા અનુસાર, આંતરરાષ્ટ્રીય અરજદારોમાં ચીન બાદ ભારત બીજો સૌથી મોટો સ્ત્રોત બનીને ઉભરી આવ્યો છે.

લંડનઃ યુકેમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે વિદેશી વિદ્યાર્થીઓની અરજીઓમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. યુનિવર્સિટીઝ એન્ડ કોલેજિઝ એડમિશન સર્વિસના તાજેતરના આંકડા અનુસાર, આંતરરાષ્ટ્રીય અરજદારોમાં ચીન બાદ ભારત બીજો સૌથી મોટો સ્ત્રોત બનીને ઉભરી આવ્યો છે.

યુસીએએસ દ્વારા આ વર્ષે અંડરગ્રેજ્યુએટ પ્રવેશ માટે કુલ 6,95,740 વિદ્યાર્થીઓએ અરજી કરી છે, જે ગત વર્ષના 6,65,070ની સરખામણીએ 4.6% નો વધારો દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અરજીઓ વાર્ષિક ધોરણે 7.1% વધીને 1,48,350 ના ઓલ-ટાઇમ હાઇ સ્તરે પહોંચી છે. બ્રિટનના સ્થાનિક અરજદારોની સરખામણીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશદરમાં વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.

યુકેની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અરજીઓમાં વિક્રમી ઉછાળો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.