યુકેમાં ચોથો હીટવેવ ત્રાટકશે

 ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં આ સપ્તાહે ચોથા હીટવેવનો પ્રકોપ જોવા મળશે. મે અને જૂન મહિનાઓ અને જુલાઈના મધ્યમાં વિક્રમજનક ગરમીના તરખાટ પછી તાપમાન ફરી 35 ડીગ્રી સેલ્સિયસના આંકડે પહોંચવાની શક્યતા છે. મેટ ઓફિસના પ્રોવિઝનલ ડેટા અનુસાર આ મહિનાનું તાપમાન સરેરાશથી 3 ડીગ્રી સેલ્સિયસ વધુ છે અને સધર્ન ઈંગ્લેન્ડમાં મહિનાના સરેરાશ વરસાદનો માત્ર એક ટકો વરસાદ થયો છે. કુલ 33 મિલિયન ઘર માટે હોઝપાઈપ પ્રતિબંધ લાગુ પડશે અને વેલ્સના વિસ્તારોમાં દુકાળ જાહેર કરી દેવાયો છે.

લંડનઃ ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં આ સપ્તાહે ચોથા હીટવેવનો પ્રકોપ જોવા મળશે. મે અને જૂન મહિનાઓ અને જુલાઈના મધ્યમાં વિક્રમજનક ગરમીના તરખાટ પછી તાપમાન ફરી 35 ડીગ્રી સેલ્સિયસના આંકડે પહોંચવાની શક્યતા છે. મેટ ઓફિસના પ્રોવિઝનલ ડેટા અનુસાર આ મહિનાનું તાપમાન સરેરાશથી 3 ડીગ્રી સેલ્સિયસ વધુ છે અને સધર્ન ઈંગ્લેન્ડમાં મહિનાના સરેરાશ વરસાદનો માત્ર એક ટકો વરસાદ થયો છે. કુલ 33 મિલિયન ઘર માટે હોઝપાઈપ પ્રતિબંધ લાગુ પડશે અને વેલ્સના વિસ્તારોમાં દુકાળ જાહેર કરી દેવાયો છે.

મેટ ઓફિસે જણાવ્યું છે કે આ સપ્તાહનો હીટવેવ સાઉથઈસ્ટ ઈંગ્લેન્ડમાં વધુ અનુભવાશે અને ટુંકા સમય માટે હશે. જોકે, ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં હીટ હેલ્થ એલર્ટ ઊંચે લઈ જવાયો છે અને વાઈલ્ડફાયરની સ્થિતિ પણ વધુ રહેવાની ધારણા છે. આ મહિનાના હીટવેવના કારણે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 19 આગ લાગી હતી.

મે, જૂન અને જુલાઈ મહિનાઓમાં ઈતિહાસમાં પ્રથમ વખત ઓછામાં ઓછું તાપમાન 35C નોંધાયું હતું. દરમિયાન યુકે હેલ્થ એજન્સીએ ખાસ કરીવને નબળા- અશક્ત લોકો માટે આરોગ્યના જોખમ વધવાની ચેતવણી જારી કરી છે. દેશના તમામ ભાગોને આ સપ્તાહે ભારે ગરમીનો સામનો નહિ કરવો પડે.

યુકેમાં ચોથો હીટવેવ ત્રાટકશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.