યુપીએ શાસનમાં 24 પેપર લીક થયા, એનડીએ શાસનમાં 89 પેપર ફૂટ્યાં
એક રિપોર્ટ મુજબ વર્ષ 2004થી 2014 દરમિયાન વિવિધ મુખ્ય પરીક્ષાઓના પેપર લીક થવાની 24 જેટલી ઘટનાઓ સામે આવી હતી. જ્યારે વર્ષ 2014થી 2026 દરમિયાન આ આંકડો 89 રહ્યો. એટલે કે યુપીએ સરકારના શાસન કરતા વર્તમાન એનડીએ સરકારના શાસનમાં પેપર લીકની ઘટનાઓ વધુ સામે આવી છે.
નવી દિલ્હીઃ એક રિપોર્ટ મુજબ વર્ષ 2004થી 2014 દરમિયાન વિવિધ મુખ્ય પરીક્ષાઓના પેપર લીક થવાની 24 જેટલી ઘટનાઓ સામે આવી હતી. જ્યારે વર્ષ 2014થી 2026 દરમિયાન આ આંકડો 89 રહ્યો. એટલે કે યુપીએ સરકારના શાસન કરતા વર્તમાન એનડીએ સરકારના શાસનમાં પેપર લીકની ઘટનાઓ વધુ સામે આવી છે. વર્ષ 2004થી અત્યાર સુધી પેપર લીકની આશરે 113 ઘટનાઓ સામે આવી છે. વર્ષ 2004થી 2014 દરમિયાન પ્રતિ વર્ષ પેપર લીકની બેથી ત્રણ ઘટનાઓ સામે આવી છે જ્યારે 2014થી 2029 દરમિયાન પેપર લીકની પ્રતિ વર્ષ 7 જેટલી ઘટનાઓ સામે આવી છે. પેપર લીકની તમામ ઘટનાઓમાં 78 ટકા મામલા રાજ્યોમાં ભરતીની પરીક્ષા, પબ્લિક સર્વિસ કમિશન્સ અને રાજ્ય પોલીસ પરીક્ષામાં સામે આવ્યા છે. જેમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ગુજરાત અને ઉત્તરાખંડ એપી સેન્ટર રહ્યા. વર્ષ 2021થી ઘટનાઓમાં મોટો ઉછાળો આવ્યો, 2024 દરમિયાન પેપર લીકની 2021માં 14, 2022માં 15, 2023માં 11 અને 2024માં 12 મામલા સામે આવ્યા.
