રાજસ્થાન રોયલ્સ ખરીદવાના લક્ષ્મી મિત્તલના સોદાને કોર્ટમાં પડકાર

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ અને સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના અદાર પૂનાવાલા વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ રાજસ્થાન રોયલ્સ (આરઆર)ની ખરીદી માટે સંમતિ સધાઈ હતી. ઈમર્જિંગ મીડિયા વેન્ચર્સ લિમિટેડ રાજસ્થાન રોયલ્સમાં બહુમતી હિસ્સો ધરાવે છે. જેના બે લઘુમતી શેરધારકોએ આરોપ લગાવ્યો છે કે, તેમના હિસ્સાને નજીવા ભાવે વેચવા માટે તેમની પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેમને આ સોદાથી થનારી કમાણીમાંથી મળવાપાત્ર હિસ્સાથી વંચિત રાખવામાં આવ્યા છે.
અમદાવાદઃ સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ અને સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના અદાર પૂનાવાલા વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ રાજસ્થાન રોયલ્સ (આરઆર)ની ખરીદી માટે સંમતિ સધાઈ હતી. ઈમર્જિંગ મીડિયા વેન્ચર્સ લિમિટેડ રાજસ્થાન રોયલ્સમાં બહુમતી હિસ્સો ધરાવે છે. જેના બે લઘુમતી શેરધારકોએ આરોપ લગાવ્યો છે કે, તેમના હિસ્સાને નજીવા ભાવે વેચવા માટે તેમની પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેમને આ સોદાથી થનારી કમાણીમાંથી મળવાપાત્ર હિસ્સાથી વંચિત રાખવામાં આવ્યા છે. આ આરોપો સાથે આ બંને શેરધારકોએ હવે રાજસ્થાન રોયલ્સના સોદાને બ્રિટનની અદાલતમાં પડકાર આપ્યો છે. જેના પગલે રાજસ્થાન રોયલ્સ ખરીદવાની લક્ષ્મી મિત્તલની યોજનાને આંચકો લાગ્યો છે.
રાજસ્થાન રોયલ્સ ક્રિકેટ ફ્રેન્ચાઈઝી હસ્તગત કરવાની યોજના બદલ જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ સામે બ્રિટનની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. બે લઘુમતી શેરધારકો દ્વારા લંડનની કોર્ટમાં આ કાનૂની ખટલો દાખલ કરવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે, તેમના પર માત્ર 1.33 ડોલરના ભાવે 50 મિલિયન ડોલર શેર છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવાયું હતું કે, ઈમર્જિંગ મીડિયા વેન્ચર્સ રાજસ્થાન રોયલ્સમાં પરોક્ષ રીતે બહુમતી હિસ્સો ધરાવે છે. બે લઘુમતી શેરધારકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, કંપનીએ તેમના પર ગંભીર ગેરવર્તણૂંક કરવાના ખોટા આરોપો લગાવ્યા છે.
મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈમર્જિંગ મીડિયા વેન્ચર્સે હજુ સુધી પોતાના બચાવમાં કાનૂની ખટલો દાખલ કર્યો નથી. અહેવાલ મુજબ, લક્ષ્મી મિત્તલના નેતૃત્વવાળા સમૂહ અને સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા ચાલુ વર્ષની શરૂઆતમાં રાજસ્થાન રોયલ્સ ખરીદવા માટે સંમત થયા હતા. આઈપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને કુમાર મંગલમ બિરલાના નેતૃત્વવાળા બિઝનેસ સમૂહે 1.8 અબજ ડોલરમાં ખરીદ્યાના તુરંત બાદ રાજસ્થાન રોયલ્સ અંગે પણ ડીલ થઈ હતી.
લક્ષ્મી મિત્તલ સ્ટીલ ઉત્પાદક જાયન્ટ આરસેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન છે. જેમની નેટવર્થ લગભગ 40 અબજ ડોલર જેટલી હોવાનું માનવામાં
આવે છે.
