લિપ બામ, ટિન્ટ, ગ્લોબ કે લિપસ્ટિક - શું લગાવું?

આજકાલ મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં લિપ પ્રોડક્ટ્સનું મહત્વ ઘણું વધી ગયું છે. પરંતુ ઘણીવાર લોકો લિપ બામ, લિપ ટિન્ટ, લિપ ગ્લોસ અને લિપસ્ટિક વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. દરેક પ્રોડક્ટનો ઉપયોગ અને ફાયદા અલગ હોય છે. તમારામાંથી ઘણીબધી મહિલાઓને એ સમસ્યા થતી હશે કે આ બધામાંથી કોની પસંદગી કરવી?

આજકાલ મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં લિપ પ્રોડક્ટ્સનું મહત્વ ઘણું વધી ગયું છે. પરંતુ ઘણીવાર લોકો લિપ બામ, લિપ ટિન્ટ, લિપ ગ્લોસ અને લિપસ્ટિક વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. દરેક પ્રોડક્ટનો ઉપયોગ અને ફાયદા અલગ હોય છે. તમારામાંથી ઘણીબધી મહિલાઓને એ સમસ્યા થતી હશે કે આ બધામાંથી કોની પસંદગી કરવી?
• લિપ બામઃ મુખ્યત્વે હોઠને ભેજ આપવાનું કામ કરે છે. તે સુકાં અને ફાટેલા હોઠને નરમ અને સ્મૂથ બનાવે છે. લિપ બામમાં શિયા બટર, વિટામિન E અને નેચરલ ઓઇલ્સ હોય છે, જે હોઠને પોષણ આપે છે. રોજિંદા ઉપયોગ માટે લિપ બામ સૌથી યોગ્ય છે.
• લિપ ટિન્ટઃ હોઠને હળવો નેચરલ કલર આપવા માટે વપરાય છે. તે લાંબા સમય સુધી ટકી રહે છે અને હોઠ પર ભારે લાગતું નથી. કોલેજ સ્ટુડન્ટ્સ અને ઓફિસ વેર માટે લિપ ટિન્ટ એક ઉત્તમ વિકલ્પ છે.
• લિપ ગ્લોસઃ હોઠને ચમકદાર અને આકર્ષક લુક આપે છે. પાર્ટી કે ફંક્શન માટે લિપ ગ્લોસ ખૂબ લોકપ્રિય છે. તે હોઠને ભરાવદાર દેખાવ પણ આપે છે.
• લિપસ્ટિકઃ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી લિપ પ્રોડક્ટ છે. તેમાં વિવિધ શેડ્સ અને ફિનિશ મળે છે જેમ કે મેટ, ક્રીમી અને સેટિન. લિપસ્ટિક હોઠને ગાઢ રંગ અને લાંબા સમય સુધી ચાલે તેવી ફિનિશ આપે છે. તમારા લુક અને જરૂરિયાત મુજબ યોગ્ય લિપ પ્રોડક્ટ પસંદ કરવાથી તમારા હોઠ વધુ સુંદર અને આકર્ષક દેખાશે.
ક્યારે અને શું પસંદ કરશો?
જો તમારા લિપ્સ ડ્રાય છે, તો લિપ બામનો ઉપયોગ કરો. જો તમને નેચરલ લુક જોઈએ, તો લિપ ટિન્ટ પસંદ કરો. જો તમને શાઈની લુક જોઈએ, તો લિપ ગ્લોસ લગાવો. આ બધી પ્રોડ્કટને તમે મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો. લિપ બામની ઉપર લિપસ્ટિક લગાવો જેથી લિપ્સ લાંબો સમય સુધી મોઇશ્ચરાઇઝ રહે. લિપ ટિન્ટ સાથે લિપ ગ્લોસ લગાવી નેચરલ લુક મેળવો. મેટ લિપસ્ટિક સાથે લિપ ગ્લોસ લગાવી પરફેક્ટ પાર્ટીલુક ક્રિએટ કરો. લિપ્સની કાળજી અને પ્રોડ્કટની સમજદારી સાથે તમને કઈ પ્રોડક્ટ કામ આવશે તે નક્કી કરો. તમારા હોઠને શેની જરૂરિયાત છે એ ધ્યાન પર રાખી પ્રોડક્ટની પસંદગી કરો.

લિપ બામ, ટિન્ટ, ગ્લોબ કે લિપસ્ટિક - શું લગાવું?
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.