લોર્ડ્સ બાદ હવે વર્લ્ડકપ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનો લક્ષ્યઃ યાસ્તિકા ભાટિયા

લોર્ડ્સ પર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 113 રનની ઇનિંગ્સ રમીને ભારતને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારી યાસ્તિકા ભાટિયાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘લોર્ડ્સના ઓનર્સ બોર્ડ પર મારું નામ આવવાથી હું ગર્વ અનુભવું છું. હવે મારું આગામી લક્ષ્ય ભારતને 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડમેડલ અપાવવાનું છે. જે લક્કી બેટથી આ સદી થઈ છે, તેનો ઉપયોગ હવે હું ફક્ત મેચોમાં જ કરીશ.’
વડોદરાઃ લોર્ડ્સ પર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 113 રનની ઇનિંગ્સ રમીને ભારતને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારી યાસ્તિકા ભાટિયાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘લોર્ડ્સના ઓનર્સ બોર્ડ પર મારું નામ આવવાથી હું ગર્વ અનુભવું છું. હવે મારું આગામી લક્ષ્ય ભારતને 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડમેડલ અપાવવાનું છે. જે લક્કી બેટથી આ સદી થઈ છે, તેનો ઉપયોગ હવે હું ફક્ત મેચોમાં જ કરીશ.’
ઓલિમ્પિકમાં ગોલ્ડ મારો ગોલ
યાસ્તિકાએ કહ્યું કે, લોર્ડ્સની મુશ્કેલ પિચ પર પહેલી ઇનિંગમાં આઉટ થયા બાદ બીજી ઇનિંગમાં બેટિંગ કરતાં મારે બોલર્સ પર પ્રેશર ઊભું કરવું હતું, જે મેં કર્યું. હવે આગામી વર્લ્ડકપ અને 2028 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીડાવું. મારો લક્ષ્ય છે. તેના માટે ખૂબ મહેનત કરી રહી છું. મને કિરણ મોરે દ્વારા ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. મને ઇજા થઈ ત્યારે તેઓ મારા ઘરે આવ્યા હતા અને મને પ્રોત્સાહિત કરતાં કહ્યું હતું કે ‘તારો સમય આવશે, તું બેસ્ટ છે.’ તેમની આ વાતથી મને પ્રેરણા મળી હતી.
વડોદરાવાસીઓને ગૌરવ અપાવ્યું
લોર્ડ્સ ખાતે યાસ્તિકાએ સેન્ચ્યૂરી ફટકારી વડોદરાવાસીઓનું ગૌરવ વધારી દીધું છે. આ અંગે બીસીએના પ્રમુખ પ્રણવ અમીને કહ્યું કે, બીસીએ ખાતે અમે યુવતીઓને વધુ તકો ઉપલબ્ધ કરાવવા અને મહિલા ક્રિકેટનો વિકાસ કરવા કટિબદ્ધ છીએ. બીજી તરફ બીસીએ સિલેક્ટર ગીતા ગાયકવાડે કહ્યું કે, હું યાસ્તિકા સહિતની મહિલા ટીમને પુરુષોની ટીમ સામે રમાડતી હતી, તે સમયે યાસ્તિક પુરુષ ખેલાડીઓને ખુલ્લો પડકાર ફેંકીને તેમને મેચમાં હરાવી પણ દેતી હતી.
