લોહાણા કોમ્યુનિટીના અદમ્ય વૈશ્વિક પ્રભાવની ઉજવણી

લંડનમાં ઉનાળાના ખુશનુમા દિવસે લોહાણા ડાયસ્પોરાના અગ્રેસરો વિશિષ્ટ સમિટ નિમિત્તે ઐતિહાસિક ગ્રિમ્સ ડાઈક હોટેલમાં એકત્ર થયા હતા. આ ઈવેન્ટમાં યુકે, ભારતના આશરે 50 અગ્રણી બિઝનેસ લીડર્સ તેમજ પોર્ટુગલથી ખાસ ડેલિગેશનના સભ્યો હાજર હતા. એક સમયે પ્રસિદ્ધ ઈંગ્લિશ નાટ્યકાર સર ડબલ્યુ. એસ. ગિલ્બર્ટનું ઘર બની રહેલી આ હોટેલ ઘણા નોંધપાત્ર પ્રસંગોની સાક્ષી રહી છે. આમ છતાં, તેના ભવ્ય મ્યુઝિક રૂમમાં જે નજારો સર્જાયો હતો તેનાથી કોઈ ઓપેરાની પણ પ્રેરણા મળી શકે. આ નજારો માત્ર બ્રિટન કે ભારતમાં નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં લોહાણા કોમ્યુનિટીની નોંધપાત્ર પ્રગતિને દર્શાવતી કથા વિશે હતો.
લંડનમાં ઉનાળાના ખુશનુમા દિવસે લોહાણા ડાયસ્પોરાના અગ્રેસરો વિશિષ્ટ સમિટ નિમિત્તે ઐતિહાસિક ગ્રિમ્સ ડાઈક હોટેલમાં એકત્ર થયા હતા. આ ઈવેન્ટમાં યુકે, ભારતના આશરે 50 અગ્રણી બિઝનેસ લીડર્સ તેમજ પોર્ટુગલથી ખાસ ડેલિગેશનના સભ્યો હાજર હતા. એક સમયે પ્રસિદ્ધ ઈંગ્લિશ નાટ્યકાર સર ડબલ્યુ. એસ. ગિલ્બર્ટનું ઘર બની રહેલી આ હોટેલ ઘણા નોંધપાત્ર પ્રસંગોની સાક્ષી રહી છે. આમ છતાં, તેના ભવ્ય મ્યુઝિક રૂમમાં જે નજારો સર્જાયો હતો તેનાથી કોઈ ઓપેરાની પણ પ્રેરણા મળી શકે. આ નજારો માત્ર બ્રિટન કે ભારતમાં નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં લોહાણા કોમ્યુનિટીની નોંધપાત્ર પ્રગતિને દર્શાવતી કથા વિશે હતો.
આ મેળાવડો ઉદ્યેોગસાહસિકતાની સફળતા, ટકાઉ મિત્રતા અને જ્યાં પણ લોહાણા કોમ્યુનિટી સ્થિર થઈ હોય તેમના વિકાસમાં મદદ કરતી નિઃસ્વાર્થ સેવાની ભાવનાની ઉજવણીનો હતો. આગામી પેઢી કેવી રીતે અરસપરસ સંકળાયેલી રહેશે અને વિશિષ્ટ ધરોહર પર આગામી નિર્માણ કરવાનું જાળવી રાખશે તેના ચિંતનની પણ આ પળ હતી. બપોર પછીના સમયમાં વક્તાઓનો એક સમાન વિષય રહ્યો હતો કે સાહસ, સંબંધો અને સેવા લોહાણા ઓળખના ડીએનએમાં વણાયેલા છે.
અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બિઝનેસ લીડર સુભાષભાઈ વી. ઠકરાર OBE એ ઈન્ટરનેશનલ લોહાણા નેટવર્કના પ્રભાવશાળી વક્તાઓનો પરિચય આપતા પહેલા સહુને ઉષ્માસભર આવકાર આપ્યો હતો. કાર્યવાહીની શરૂઆત કરતા લોહાણા કોમ્યુનિટી ઓફ ધ યુનાઈટેડ કિંગ્ડમ (LCUK)ના પુરોગામી પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોઢાએ સંસ્થાની વધી રહેલી આંતરરાષ્ટ્રીય પહોંચ વિશે જણાવ્યું હતું. દુબઈ અને મુંબઈથી ઈસ્ટ આફ્રિકા સુધી ફેલાયેલી કડીઓને હાઈલાઈટ કરતા તેમણે બિઝનેસ ફોરમ્સ, સ્પોર્ટિંગ ઉત્સવો અને દરિયાપારના ડેલિગેશનો મારફત આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરનારા વોલન્ટીઅર્સની પ્રશંસા કરી હતી. તેમણે મલ્ટિ-સેક્ટર ઈન્ટરનેશનલ ટ્રેડ અને બિઝનેસ નેટવર્કિંગ એક્ઝિબિશન LIBF Expo 2026 – Mumbai Calling ની સફળતાને અને ભાગ લેનારા મજબૂત યુકે ડેલિગેશનને પણ બિરદાવ્યા હતા. ત્રણ દિવસમાં 35,000થી વધુ લોકોએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો. તેમણે કહ્યું હતું કે,‘આપણી કોમ્યુનિટીની તાકાત સમગ્ર વિશ્વ સાથે સંકળાયેલા રહેવામાંથી આવે છે.’
લોહાણા મહાપરિષદના ટ્રસ્ટી અને ઈન્ટરનેશનલ લોહાણા બિઝનેસ ફોરમ (LIBF)ના ડાયરેક્ટર તેમજ અન્ય ચેરિટેબલ સંસ્થાઓના ટ્રસ્ટી જિતેન્દ્રભાઈ ઠક્કરે ઈન્ટરનેશનલ આઉટલૂકનો પડઘો પાડ્યો હતો, જેઓ શ્રેણીબદ્ધ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં હાજરી આપવા ભારતના નાસિકથી આવે છે. લોહાણા મહાપરિષદની મહત્ત્વાકાંક્ષાઓ વિશે જોશભેર બોલતા તેમણે એન્ટ્રેપ્રીન્યોરશિપને વિકસાવતા, યુવા લોકોને સશક્ત બનાવતા અને વિશ્વના કંડોમાં લોહાણા ઓળખને મજબૂત બનાવતા આંતરરાષ્ટ્રીય રીતે જોડાયેલા નેટવર્ક ની કલ્પનાને વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે,‘ શહેરનું નામ આપો, દેશનું નામ આપો, જ્યાં પણ એન્ટરપ્રાઈઝ વૃદ્ધિ કરતું હશે ત્યાં લોહાણા કોમ્યુનિટી હાજર જ છે. લોહાણા એક બ્રાન્ડ છે અને આપણે સાથે મળીને આગળ વધીએ છીએ.’ તેમણે ડેલિગેટ્સને તેમના કૌશલ્યનું યોગદાન આપવા અને ઈન્ટરનેશનલ નેટવર્કને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.
આ સંદેશાને આગળ વધારતા LIBFના ચેરમેન અને લોહાણા મહાપરિષદ (વિશ્વસંસ્થા)ના પ્રેસિડેન્ટ સતીષભાઈ ડી. વિઠલાણીએ ભવિષ્ય તરફ નજર કરી હતી. સંસ્થાઓ વચ્ચે સ્પર્ધાના બદલે વ્યાપક સહકારની હાકલ કરતા તેમણે મજબૂત સંસ્થાઓ, મહિલાો અને યુવાઓની વધેલી ભાગીદારી અને સમગ્ર વૈશ્વિક લોહાણા પરિવારમાં એન્ટ્રેપ્રીન્યોરશિપને પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત મહત્ત્વાકાંક્ષી વિઝનની રૂપરેખા આપી હતી. પોતાના કાર્યકાળ માટે રૂપરેખા દર્શાવતા તેમણે કહ્યું હતું કે,‘ આગામી પાંચ વર્ષોમાં આપણે મજબૂત સંસ્થાઓ અને તેથી પણ વધુ સશક્ત કોમ્યુનિટીનું નિર્માણ કરવાનું છે.
તેમણે વિશ્વવ્યાપી નેટવર્ક માટે કેન્દ્રીય મીટિંગ પોઈન્ટ બનવાના ઈરાદા સાથેના ડિજિટલ પ્લેટફોર્મ લોહાણા કનેક્ટ મારફત સભ્યોને નિકટ લાવવા ટેકનોલોજીના ઉપયોગની યોજનાઓ જાહેર કરી હતી. આ એપ ફેમિલી અને બિઝનેસ ડિરેક્ટરીઓ, મેડિકલ પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી સંપર્કો અને ઈવેન્ટ્સને સમાવી લેવાનો હેતુ ધરાવે છે જેનાથી સભ્યોને સરહદોની પાર સંપર્ક સાધવાનું સરળ બનશે અને તેનાથી સ્પોન્સરશિપ્સ અને એડવર્ટાઈઝિંગમાં પણ વધારો થશે.
LCUKને બિરદાવતા તેમણે પુનરુચ્ચાર કર્યો હતો કે યોગદાન આપવા ઈચ્છુક સહુ માટે LIBF ના દ્વાર ખુલ્લા રહેશે. તેમણે સભ્યોને સાથે લાવનારા આંતરરાષ્ટ્રીય બિઝનેસ ફોરમ્સ, એજ્યુકેશન સપોર્ટ પ્રોગ્રામ્સ, સ્પોર્ટ્સ ફેસ્ટિવલ્સ અને સમગ્ર વિશ્વમાં વેપાર, ઈન્ડસ્ટ્રી અને ઈન્વેસ્ટમેન્ટ્સની તકોને પ્રમોટ કરનારા આગામી LIBF Expo & Convention 2027 સહિતના મુખ્ય ઈનિશિયેટિવ્ઝ પર પ્રકાશ પાથર્યો હતો. તેમમે કહ્યું હતું કે,‘વેપાર આપણા લોહીમાં વહે છે, લોહાણા કોમ્યુનિટી જ્યાં પણ વસવાટ કરે છે ત્યાં તેઓ તકો, સાહસો અને સમૃદ્ધિનું સર્જન કરે છે.’
અનુપમ મિશનના ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ અને કાન્તા એન્ટરપ્રાઈઝના ડાયરેક્ટર સતીષભાઈ ચટવાણીને બિરદાવાયા તે ઈવેન્ટનો હાઈ પોઈન્ટ બની રહ્યો હતો. તેમની નેતાગીરીએ યુકેના સર્વપ્રથમ નિર્માયેલા મલ્ટિ-ફેઈથ ક્રીમેટોરિયમને વિકસાવવામાં મદદ કરી છે. અનુપમ મિશન યુકે હસ્તકના પ્રોજેક્ટને સમગ્ર હિન્દુ સમાજના વોલન્ટીઅર્સ, દાતાઓ અને બિઝનેસ અગ્રણીઓનું મજબૂત સમર્થન સાંપડ્યું છે. વિવિધ સંપ્રદાયોની અંતિમવિધિઓ અને પરંપરાઓને અનુકૂળ રહેવા સજ્જ ક્રીમેટોરિયમ જ્યાં પરિવારો પોતાના સ્નેહીજનોને ગૌરવ અને આદર સાથે અંતિમ વિદાય આપી શકે તેવી કરુણાસભર આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે,‘ આ લેન્ડમાર્ક પ્રોજેક્ટ તમામ પશ્ચાદભૂ સાથેના પરિવારો તેમના સ્નેહીજનોને આખરી અલવિદા કહી શકે તેવું ગરિમાપૂર્ણ સ્થળ બની રહે તેવી ચોકસાઈ સાથે તેના પ્રકારનું સર્વપ્રથમ મલ્ટિ-ફેઈથ ક્રીમેટોરિયમ બની રહેશે.’
સતીષભાઈ અને તેમના પત્ની હંસાબહેન ચટવાણીને તેમની સેવાના સન્માનમાં સ્પેશિયલ મેમેન્ટો એનાયત કરી તાળીઓના ગડગડાટથી વધાવી લેવાયા હતા. તેમણે ઓડિયન્સને કહ્યું હતું કે, ‘અમારે તમારી પ્રાર્થનાઓની જરૂર છે જેથી અમે ઓક્ટોબરમાં કામગીરી શરૂ કરી શકીએ.’ આ પ્રોજેક્ટ પાછળ વર્ષોના આયોજનો, ફંડરેઈઝિંગ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે ચર્ચાઓ અને નોંધપાત્ર જાહેર સપોર્ટની જરૂર પડી હતી.
આ પ્રસ્તાવના સમર્થનમાં 5000થી વધુ લોકોએ પિટિશન પર સહીઓ કરી હતી. વક્તાઓએ તેને માત્ર વધુ એક ધાર્મિક સુવિધાના નિર્માણના બદલે આવશ્યક જાહેર સેવા પૂરી પાડવા માટે કાર્યરત સેવાના શક્તિશાળી ઉદાહરણ તરીકે ગણાવ્યું હતું.
બિઝનેસ લીડર અને પ્રસિદ્ધ માધવાણી ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર કમલેશભાઈ માધવાણીએ સમગ્ર મેળાવડામાં દેખાઈ આવેલી ઊર્જા અને મહત્ત્વાકાંક્ષાની પ્રશંસા કરી હતી. તેમણે યુવા પેઢીઓમાં રોકામના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આજની નેતાગીરીની ગતિશીલતાને નિહાળવાનું અદ્ભૂત છે. ભાવિ આપણા યુવા લોકોને હસ્તક છે.’
આપણા જ પ્રકાશક/ તંત્રી સીબી પટેલે વિશ્વમાં પ્રમાણમાં નાની કોમ્યુનિટીની અભૂતપૂર્વ સિદ્ધિઓને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ અતિ વિશાળ કોમ્યુનિટી ન હોવાં છતાં લોહાણા કોમ્યુનિટીએ સંપતિના સર્જન અને સાહસ મારફત શું શક્ય બનાવી શકાય તે દર્શાવ્યું છે.’ તેમણે નેતાઓને પોતાના અનુભવો અન્ય સનાતની સંસ્થાઓ સાથે શેર કરવા અને વિશ્વમાં આ પ્રકારની સફળ ગાથાઓના નિર્માણમાં મદદ કરવાની હાકલ કરી હતી.
સુભાષભાઈ ઠકરારે પ્રતિસાદ આપતા સીબી પટેલની દીર્ઘકાલીન મૈત્રી અને સપોર્ટનો ઉષ્માસભર સ્વીકાર કર્યો હતો. તેમણે રમૂજમાં સીબીને માનદ લોહાણા જાહેર કરી કહ્યું હતું કે તેઓ માનવંતા વક્તાઓમાં એકમાત્ર બિનલોહાણા મહેમાન છે. સીબી પટેલે બિઝનેસમેન ઉત્કર્ષ ઠક્કરને અભિનંદન પાઠવી તેમની પ્રશંસા કરી હતી. તેમના પત્ની શિવાનીબહેન રાજા લેસ્ટર ઈસ્ટના સાંસદ છે અને સૌથી યુવા સાંસદોમાં એક હોવા સાથે લોહાણા કોમ્યુનિટીના સભ્ય પણ છે. યુવા પેઢીની વાત કરીએ તો, યંગ લોહાણા સોસાયટી (YLS)ના પ્રેસિડેન્ટ શ્યામ કાનાણીએ યુવા લોકો માટે નવી તકો સર્જવાની સાથે ધરોહરને આગળ લઈ જવાની વાત જોશભેર જણાવી હતી. તેમની નેતાગીરી હેઠળ YLS દ્વારા સાંસ્કૃતિક વિરાસતને આગળ વધારવા, પ્રોફેશનલ ડેવલપમેન્ટ અને અર્થસભર સામાજિક સંપર્કોના શ્રેણીબદ્ધ સફળ ઈનિશિયેટિવ્ઝ લોન્ચ કરાયા છે.
કારકીર્દિ મેળાઓ અને સિટી ટોક્સથી માંડી સોશિયલ ઈવેન્ટ્સ અને સાંસ્કૃતિક ઉજવણીઓ સંદર્ભે તેઓ માને છે કે આજની પેઢીની જવાબદારી માત્ર પરંપરાને જાળવી રાખવાની નથી, પરંતુ તેને આગળ વધારવાની પણ છે. તેમણે યુવાઓના ગરબા સેલિબ્રેશન વિશે જણવ્યું હતું, જેણે 700થી વધુ બાળકોને આકર્ષ્યાં હતાં.
કાનાણીએ કહ્યું હતું કે,‘અમારી જવાબદારી વારસામાં પ્રાપ્ત કરેલી વિરાસતને આગળ લઈ જવાની છે. આટલા બધા પ્રેરણાદાયક નેતાઓ વચ્ચે ઉભા રહેવાનું ગૌરવ સાંપડ્યું છે.’ભોજનપછી ઔપચારિક સંબોધનોનું સ્થાન એવી પ્રવૃત્તિએ લીધુ, જેણે દિવસના સંદેશાનું મહત્ત્વ દર્શાવ્યું હતું
- નેટવર્કિંગ. ફાઈનાન્સ, હોસ્પિટાલિટી, પ્રોપર્ટી, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ અને વેપાર સહિતના ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા એક પછી એક, ડેલિગેટોએ પોતાનો અને તેમના બિઝનેસીસનો પરિચય આપ્યો હતો. નવા પરિચયો‘ ઝડપથી વાતચીતોમાં ફેરવાઈ ગયા અને વાતચીતો તકોમાં ફેરવાઈ, જેના થકી ચોક્કસપણે જોવા મળ્યું કે શા માટે અંગત સંબંધો સફળ સાહસોનો પાયો બની રહે છે.
મહેમાનોએ ઐતિહાસિક ગ્રિમ્સ ડાઈક હોટેલમાંથી વિદાય લીધી ત્યારે એવી લાગણી પ્રવર્તી રહી હતી કે આ સમય ભૂતકાળની સિદ્ધિઓને ઉજવવાથી વિશેષ હતો. તેનાથી ખંડોમાં મિત્રતાઓ મજબૂત બની હતી, નવા બિઝનેસ સંબંધો રચાયા હતા તેમનજ એન્ટરપ્રાઈઝ, ઉદારતા અને સેવા લોહાણા સ્ટોરીનું સીમાચિહ્ન રહેશે તેવી સહિયારી માન્યતા વધુ નક્કર બની હતી. આ નોંધપાત્ર વિરાસતના શિલ્પીઓ સમગ્ર વિશ્વ અને પેઢીઓ વચ્ચે ઈતિહાસ સર્જતા રહેવા નિર્ણાયક જણાય છે, એવી મહત્ત્વાકાંક્ષા જે લોહાણા કોમ્યુનિટીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
અન્ય આમંત્રિત મહાનુભાવોમાં BAPS ના ટ્રસ્ટી અને હોટેલિયર વિનુ ભટ્ટેસા OBE અને તેમના પત્ની સુધાબહેન, અનુપમ મિશન યુકેના પ્રેસિડેન્ટ વિનુભાઈ નાકરજા, નિશ ઠકરાર, સક્રિય કોમ્યુનિટી નેતા કૃષ્ણાબહેન પૂજારા, સ્વર્ગસ્થ મનુભાઈ માધવાણીના પત્ની શારદાબહેન માધવાણી, LIBF અને કાન્તા ગ્રૂપના ડાયરેક્ટર રશ્મિ ચટવાણી, એન્ટ્રેપ્રીન્યોર અને ઈન્વેસ્ટર હસુભાઈ માણેક, અને ઓડિયન્સ દ્વારા જેમના સંબોધનને વધાવી લેવાયું હતું તેવા મોટિવેશનલ સ્પીકર પરેશભાઈ રુઘાણીનો સમાવેશ થયો હતો.
