વાયરો જોઇને આદત બદલી
ન્યૂઝીલેન્ડના કાંઠાળ પ્રદેશોમાં બહુ તેજ ગતિએ પવન ફૂંકાય છે, આથી અહીંના વૃક્ષોએ સમયના વહેવા સાથે અનોખી રીતે ઉછરવાનું શીખી લીધું છે - આ વૃક્ષો સીધા કે ઊંચા વધવાના બદલે એક જ બાજુ ઝૂકીને કે લગભગ આડા વધી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડના કાંઠાળ પ્રદેશોમાં બહુ તેજ ગતિએ પવન ફૂંકાય છે, આથી અહીંના વૃક્ષોએ સમયના વહેવા સાથે અનોખી રીતે ઉછરવાનું શીખી લીધું છે - આ વૃક્ષો સીધા કે ઊંચા વધવાના બદલે એક જ બાજુ ઝૂકીને કે લગભગ આડા વધી રહ્યા છે. ન્યૂઝીલેન્ડના ખાસ કરીને દક્ષિણી ટાપુના દક્ષિણી તટીય પ્રદેશોમાં ‘રોઅરિંગ ફોર્ટીઝ’ નામે પશ્ચિમી પવન તેજ ગતિએ ફૂંકાતો રહે છે. આ પવનની ઝડપ ઘણી વખત તો પ્રતિ કલાક 100 કિમી કરતાં પણ વધુ હોય છે. વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાને ‘થિગ્મોમોર્ફોજેનેસિસ’ તરીકે ઓળખાવે છે, જેમાં વૃક્ષો બાહ્ય યાંત્રિક દબાણને અનુરૂપ થઇને પોતાના વિકાસની રીત બદલી નાંખે છે. આવા વૃક્ષો ‘ફ્લેગ ટ્રી’ અથવા તો ‘ગોબ્લિન ફોરેસ્ટ’ના નામે પણ
