સંસ્થા સમાચાર (અંક 01 ઓગસ્ટ 2026)
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• સમન્વય પરિવાર લંડનના ઉપક્રમે જૂના પીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરીજી મહારાજ સાથે સત્સંગ તા. 9 ઓગસ્ટના રોજ. બપોરે 3.00 વાગ્યે સંકિર્તન, સાંજે 4.00થી 6.00 પૂજ્ય આચાર્યજી સાથે દિવ્ય સત્સંગ અને સાંજે 6.00 વાગ્યાથી ભોજન પ્રસાદમ્ (સ્થળઃ શ્રી કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો - HA3 8LU) કાર્યક્રમ માટે નામ નોંધાવવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ. વધુ વિગત માટે સંપર્કઃ વ્હોટ્સએપ 7985 531854 / 7404 968297 અથવા જૂઓ આ અંકનું પાન-7.
• પ.પૂ. જગદગુરુ શ્રી અવિચલદેવાચાર્ય મહારાજના સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે તા. 2 ઓગસ્ટના રોજ (બપોરે 1.00 વાગ્યાથી) પરમગુરુ પૂજા, કૈવલ જ્ઞાન પ્રચાર, સત કૈવલ સર્કલ કમિટી ચૂંટણી, ઉપાસના અને મહાપ્રસાદી. (સ્થળઃ બ્રેન્ટ ઇંડિયન એસોસિએશન સેન્ટર ફંકશન હોલ, 116 ઇલિંગ રોડ, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4TH) વધુ માહિતી માટે સંપર્કઃ યશવંત પટેલ (ફોનઃ 07973 408069)
• શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ - કુમકુમ (યુકે) મંદિરનો 13મો પાટોત્સવ તા. 1 અને 2 ઓગસ્ટના રોજ ઉજવાશે. તા. 1ના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી. સવારે 8.00 મહાપૂજા-પારાયણ વાચન, સાંજે 4.30 કિર્તન ભક્તિ, 5.00 પૂજનવિધિ, 5.20 આરતી અને કથા, 7.00 સમૂહ રાસ અને 7.30 મહાપ્રસાદ જ્યારે તા. 2ના રોજ સવારે 8.00 સ્વાગત યાત્રા, 8.30 પાટોત્સવ અભિષેક, અન્નકૂટ દર્શન અને 12.30 મહાપ્રસાદ. (સ્થળઃ યુનિટ 9 અને 10, હનીપોટ બિઝનેસ સેન્ટર, પાર રોડ, સ્ટેનમોર - HA7 1NL) વધુ વિગત માટે સંપર્કઃ 020 8951 0965
• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 29 જુલાઇથી 6 ઓગસ્ટ વિશ્વ હિન્દુ મંદિર (સ્થળઃ 2 લેડી માર્ગારેટ રોડ, સાઉધોલ - UB1 2RA) અને તા. 8 થી 16 ઓગસ્ટ શ્રી ક્રિષ્ના ટેમ્પલ (સ્થળઃ શ્રી ગુજરાતી હિન્દુ સેન્ટર, 20 ચર્ચ ફિલ્ડ સ્ટ્રીટ, ડડલી - DY2 8QT). બન્ને કથાનો સમય સાંજે 4.00થી 7.00. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• શ્રીમદ્ રાજચંદ્ર - ધરમપુરના વડા પૂ. ગુરૂદેવ શ્રી રાકેશજી લંડન પધારી રહ્યા છે. તેમના પ્રવચનના કાર્યક્રમ પહેલા સ્વામિ વાત્સલ્ય સહિત તા. 7-8 ઓગષ્ટના રોજ સાંજના 8 થી 10 હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, HA3 5BD ખાતે નિ:શૂલ્ક યોજવામાં આવ્યો છે. એ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. સંપર્ક: +44 7835 237 325 અથવા ફેસબુક યા ઇન્સ્ટ્રાગ્રામ smduk પર બુક કરાવો.
• રવિવાર 9 ઓગષ્ટના રોજ હેરો લેઝર સેન્ટરમાં ગ્લોબલ યુથ ફેસ્ટીવલનું આયોજન સવારના 10.00 થી રાતના 10.00 સુધી કરવામાં આવ્યુ છે જેમાં ભાવિક હરિયા બોલીવુડ અને ભજન જામીંગ રજુ કરશે.
• મીમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ - યુકે દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પૂ. ચિન્મયાનંદ બાપુજીના શ્રીમુખે શ્રી શિવ મહાપુરાણ કથા તા. 13થી 19 ઓગસ્ટ (દરરોજ બપોરે 3.00થી સાંજે 7.00). કથા બાદ દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલિંગ રોડ, વેમ્બલી, લંડન - HA0 4TA. વધુ માહિતી માટે સંપર્કઃ મીતા મારૂ 7581710197
