સાઉદી અરેબિયા સાથેના ઐતિહાસિક પરમાણુ કરારને ટ્રમ્પની લીલી ઝંડી

પ્રેસિડન્ટ ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથેના ઐતિહાસિક પરમાણુ કરારને ઔપચારિક મંજૂરી આપી છે. આ કરારથી સાઉદી અરેબિયામાં યુરેનિયમનું સંવર્ધન કરવાની મંજૂરી મળી શકે છે અને અમેરિકન કંપનીઓ માટે અબજો ડોલરના કરારોનો માર્ગ મોકળો થઈ શકે છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી.

વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથેના ઐતિહાસિક પરમાણુ કરારને ઔપચારિક મંજૂરી આપી છે. આ કરારથી સાઉદી અરેબિયામાં યુરેનિયમનું સંવર્ધન કરવાની મંજૂરી મળી શકે છે અને અમેરિકન કંપનીઓ માટે અબજો ડોલરના કરારોનો માર્ગ મોકળો થઈ શકે છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી.
રિપોર્ટ મુજબ ટ્રમ્પે ગયા સપ્તાહે આ કરારને મંજૂરી આપી હતી. અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ રાઈટ અને સાઉદી અરેબિયાના ઊર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાન આ કરાર પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.
વોલસ્ટ્રીટના રિપોર્ટ મુજબ 30 વર્ષના આ કરાર સાઉદી અરેબિયાને નાગરિક પરમાણુ કાર્યક્રમનો લાભ મળશે. આ કરારનો હેતુ સાઉદી અરેબિયામાં વિકસતી પરમાણુ માળખાકીય સુવિધાનો
લાભ અમેરિકાની કંપનીઓને આપવાનો અને વિદેશી કંપનીઓને બાકાત રાખવાનો છે. આ કરારથી વોશિંગ્ટન અને રિયાધ વચ્ચે પરમાણુ સહકારમાં મોટો વધારો થઈ શકે છે. આનાથી મધ્યપૂર્વમાં સંવેદનશીલ પરમાણુ ટેક્નોલોજીના પ્રસારના મુદ્દે અમેરિકી સંસદમાં ફરી ચિંતા ઊભી થવાની શક્યતા છે.
મધ્યપૂર્વમાં અણુશસ્ત્રોની સ્પર્ધા શરૂ થવા ખતરો
નિષ્ણાતો પણ ચેતવણી આપી રહ્યાં છે કે આવા કરારથી મધ્યપૂર્વમાં પરમાણુ શસ્ત્રોની દોડ શરૂ થવાનું જોખમ છે. કરારની એક મુખ્ય જોગવાઈ હેઠળ અમેરિકન કંપનીઓ સાઉદી અરેબિયામાં યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટનું નિર્માણ કરી શકશે. જોકે આવા પ્લાન્ટની આવશ્યકતા છે તેવું અમેરિકન અને સાઉદી નિષ્ણાતોની સંયુક્ત સમીક્ષામાં સાબિત થાય ત્યાર બાદ જ આ પ્રોજેક્ટ આગળ વધશે.
યુરેનિયમ સંવર્ધનથી નાગરિક પરમાણુ રિએક્ટરો માટે ઈંધણ તૈયાર કરી શકાય છે. જોકે આ જ ટેક્નોલોજીના ઉપયોગથી ખૂબ ઊંચા સ્તરે સંવર્ધન કરવામાં આવે તો પરમાણુ હથિયારો પણ બનાવી શકાય છે. બેવડા ઉપયોગની આ ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય સ્તરે પરમાણુ વાટાઘાટોમાં સૌથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે.
ટ્રમ્પ સરકારના અધિકારીઓની દલીલ છે કે અમેરિકાની સીધી ભાગીદારીથી સાઉદી અરેબિયાના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકાનો વધુ પ્રભાવ રહેશે. અમેરિકાની ભાગીદારીને કારણે પરમાણુ ટેક્નોલોજીનો લશ્કરી હેતુઓ માટે ઉપયોગ થઈ શકશે નહીં. આ કરારને આગામી દિવસોમાં અમેરિકી સંસદમાં સમીક્ષા માટે રજૂ કરાશે.

સાઉદી અરેબિયા સાથેના ઐતિહાસિક પરમાણુ કરારને ટ્રમ્પની લીલી ઝંડી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.