સીજેપી પછી હવે ઇ-20 પાર્ટીઃ ગડકરી-હરદીપ પુરીનાં રાજીનામાં લઈને જઈશું

સીજેપી પછી હવે ઇ-20 પાર્ટીઃ ગડકર...

નીટ પેપર લીક કેસમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની આગેવાની હેઠળ થયેલા વિદ્યાર્થી આંદોલનમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે અને સીજેપીએ આંદોલન પૂરું કરવાની જાહેરાત પણ કરી દીધી છે. જો કે આ પ્રકરણે આગામી આંદોલનના દરવાજા પણ ખોલી દીધા છે. જંતરમંતર પર વધુ એક નવો મોરચો ખૂલ્યો છે અને તેના નિશાન પર છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી. સીજેપીની જેમ ઈ-20 પાર્ટી બનાવવાની જાહેરાત પણ કરી દેવાઈ છે.

નવી દિલ્હીઃ નીટ પેપર લીક કેસમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની આગેવાની હેઠળ થયેલા વિદ્યાર્થી આંદોલનમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે અને સીજેપીએ આંદોલન પૂરું કરવાની જાહેરાત પણ કરી દીધી છે. જો કે આ પ્રકરણે આગામી આંદોલનના દરવાજા પણ ખોલી દીધા છે. જંતરમંતર પર વધુ એક નવો મોરચો ખૂલ્યો છે અને તેના નિશાન પર છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી. સીજેપીની જેમ ઈ-20 પાર્ટી બનાવવાની જાહેરાત પણ કરી દેવાઈ છે.
જો કે આ મુદ્દા પર વિરોધ પ્રદર્શન તો પહેલાંથી જ ચાલતું હતું, પરંતુ નીટ-યુજી પેપર લીક આંદોલને તેને એક મહિના માટે દબાવી દીધું છે. આ આંદોલનની સફળતા પછી ઇથેનોલ બ્લેન્ડિંગનો વિરોધ કરતાં કાર્યકરોને લાગે છે કે, તેમને પણ વિજય મળી શકે છે, કેમ કે દેશમાં મોદી સરકાર સામે આક્રોશ છે. આ ટ્રેન્ડને જોતાં જ સીજેપીની જેમ ઈ-20 પાર્ટીની રચના કરવામાં આવી છે, જે ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર ઈ-20 પાર્ટીના બે લાખથી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. હવે દેખાવકારોએ ડિજિટલ વોરને રસ્તા પર ઉતારવાનો નિર્ણય લીધો છે.
એક વધુ આંદોલનની તૈયારી
દિલ્હીમાં જંતર-મંતર ખાતે 36 દિવસ લાંબા વિદ્યાર્થીઓના આંદોલન પછી હવે ઈથેનોલ વિરુદ્ધ પણ એક મોટા આંદોલનની તૈયારી થઈ રહી છે. દેશમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગને લઈને ઓલ ઇન્ડિયા ટૂરિસ્ટ પરમિટ (AITP) ટેક્સી ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોનો અસંતોષ હવે રસ્તા પર ઉતરવા જઈ રહ્યો છે. દિલ્હી ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિયેશને E-2O પેટ્રોલની નીતિઓ, ગાડીઓની માઈલેજમાં આવી રહેલા ઘટાડા અને કડક નિયમોના વિરોધમાં 4 ઓગસ્ટે સંસદ માર્ચનું એલાન કર્યું છે. શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એસોસિયેશનના અધ્યક્ષ સંજય સમ્રાટ અને બીજા સભ્યોએ સમસ્યાઓ મીડિયા સામે મૂકી હતી.

સીજેપી પછી હવે ઇ-20 પાર્ટીઃ ગડકર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.