સૌથી પહેલા સ્ટાર્મરનું રાજીનામુ માગનારા અનસ સરવર બર્નહામ કેબિનેટમાં સામેલ

સૌથી પહેલા સ્ટાર્મરનું રાજીનામુ માગનારા અનસ સરવર બર્નહામ કેબિનેટમાં સામેલ

સર કેર સ્ટાર્મરના રાજીનામાની સૌથી પ્રથમ માગ કરનારા અનસ સરવરને હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન આપીને બર્નહામ કેબિનેટમાં સામેલ કરાયા છે. સ્કોટિશ લેબર નેતા અનસ સરવર બિઝનેસ મિનિસ્ટર તરીકે સેવા આપશે.

લંડનઃ સર કેર સ્ટાર્મરના રાજીનામાની સૌથી પ્રથમ માગ કરનારા અનસ સરવરને હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન આપીને બર્નહામ કેબિનેટમાં સામેલ કરાયા છે. સ્કોટિશ લેબર નેતા અનસ સરવર બિઝનેસ મિનિસ્ટર તરીકે સેવા આપશે.

ફેબ્રુઆરી મહિનામાં મેન્ડેલસન વિવાદ ચરમસીમા પર હતો ત્યારે સરવરે સ્ટાર્મરના રાજીનામાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડાઉનિંગ સ્ટ્રીટની નિષ્ફળતાઓને કારણે સ્કોટલેન્ડમાં પણ નિષ્ફળતાઓ ચાલુ રહે તે અમે સહન કરી શક્તાં નથી.

અન્ય મંત્રીપદોની નિમણૂક

બર્નહામ દ્વારા મંગળવારે રાત્રે વધુ કેટલાક જુનિયર મંત્રીઓની નિમણૂકો કરવામાં આવી હતી જેમાં ડેન જાર્વિસ ફરીથી ડિફેન્સ મિનિસ્ટ્રીમાં પાછા ફર્યા છે. જેમ્સ મૂરેને ટ્રેઝરીના ફાઇનાન્શિયલ સેક્રેટરી તરીકે ડિમોટ કરવામાં આવ્યા છે. અન્ના ટર્લીને લેબર પાર્ટીના ચેરપર્સન પદેથી હટાવીને હોમ ઓફિસના મંત્રી બનાવવામાં આવ્યા છે. ફ્લોરેન્સ એશાલોમીની હાઉસિંગ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે એન્ડી સ્લોટરની સોલિસિટર જનરલ તરીકે નિમણૂક કરાઇ છે.

સૌથી પહેલા સ્ટાર્મરનું રાજીનામુ માગનારા અનસ સરવર બર્નહામ કેબિનેટમાં સામેલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.