‘બોલિવૂડના બ્યૂટિફુલ રોયલ કપલ’ની ન્યૂયોર્કમાં લટાર

‘બોલિવૂડના બ્યૂટિફુલ રોયલ કપ

એક સમયે જેમની લવ સ્ટોરી જે શહેરમાં પાંગરી હતી તે ન્યૂયોર્કમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સમી સાંજે ટહેલતાં જોવા મળ્યા હતા. તેમની આ ઈવિનંગ વોક દરમિયાન એક ચાહકે મળીને તેમની સાથે સેલ્ફી ખેંચીને તે ઓનલાઈન મૂકતાં જ વાઇરલ બની હતી. ફિલ્મીચાહકે તેની પોસ્ટમાં બંને જણાંને ‘બોલિવૂડનું બ્યૂટિફુલ રોયલ કપલ’ તરીકે ઓળખાવ્યા હતા.

અભિષેક ટી શર્ટ અને કેપમાં સજ્જ હતો જ્યારે ઐશ્વર્યા બ્લેક વસ્ત્રોમાં જોવા મળી હતી. અભિષેક અને ઐશ્વર્યા જાહેરમાં જવલ્લે જ સાથે જોવા મળતા હોઈ તેમના ચાહકો બંનેને સાથે જોઇ ખુશ થઇ ગયા હતા. અભિષેક અને ઐશ્વર્યા બંને વચ્ચે 2006માં ‘ઉમરાવ જાન’ ફિલ્મ દરમિયાન પ્રેમ પાંગર્યો હતો. ‘ગુરુ’ ફિલ્મ દરમિયાન તેમના સંબંધો મજબૂત બનતાં તેમના બંને માટે આ ફિલ્મ ખાસ બની રહી છે. રસપ્રદ બાબત એ છે કે ‘ગુરુ’ ફિલ્મના ન્યૂયોર્કમાં યોજાયેલા પ્રીમિયર દરમિયાન જ અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. અને ફિલ્મ રજૂ થયાના થોડા મહિના પછી 20 એપ્રિલ 2007ના રોજ તેઓ મુંબઈમાં પરણી ગયા હતા.

‘બોલિવૂડના બ્યૂટિફુલ રોયલ કપ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.